૭૫માં સ્વતંત્રદિનની ઉજવણીમાં KBS એન્ડ નટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો
(તસ્વીર ઃ અશોક જાેષી, વલસાડ) વાપી, ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં ૭૫ માં સ્વતંત્રદિનની ઉજવણીના ભાગરૂપ COVID-૧૯ માં કોરોના વોરીર્યસ તરીકે ઉમદા સેવા બજાવનાર અર્બન હેલ્થ સેન્ટર સુલપડના મેડીકલ ઓફીસર ડો. હિરલ પટેલ ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મેડીકલ ઓફિસર ડો. પૂનમ પટેલ, ટ્રસ્ટીગણ, કોલેજના સ્ટાફ તથા વિધાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આમંત્રિત મુખ્ય મહેમાન ડો. હિરલ પટેલ અને ડો. પૂનમ પટેલ એ ૭૫ માં સ્વતંત્ર દિનના ઉજવણીમાં ઉપસ્થિત તમામ શ્રોતાગણને COVID-૧૯ ની વિકટ પરિસ્થિતિમાં મેડીકલના સ્ટાફ
પોતાના જીવના જાેખમે વ્યક્તિ, સમાજ અને દેશની સેવા બજાવી અને બજાવતા રહ્યા છે. તેમાં દેશના દરેક નાગરિકોએ પણ વિવિધ સેવાઓથી દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે આગવાન આપ્યુ હતુ અને યુવા િ વધાર્થી મિત્રોને વેકસીન લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રીમતી ડો. પૂનમ બી.ચૌહાણે મુખ્ય મહેમાન, આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીગણ, સ્ટાફગણ તથા વિધાર્થી મિત્રોનો આભાર માની દેશની વિવિધ સેવાઓમાં ભાગીદાર બનવાની ખાત્રી આપતા, શુભેચ્છા પાઠવી હતી.