૭૫૦૦ કરોડ રૂપિયામાં સિલ્વર લેક રિલાયંસ રિટેલમાં ખરીદશે ૧.૭૫ ટકા ભાગીદારી
મુંબઇ, જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ એકત્રિત કર્યા બાદ હવે મુકેશ અંબાણી પોતાની રિટેલ કંપની માટે ફંડ એકત્રિત કરવામાં લાગ્યા છે. અમેરિકાની ખાનગી ઇકિવટી કંપની સિલ્વર લેક રિલાયંસ ઇડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયંસ રિટેલ વેંચર્સ લિમિટેડમાં ૭,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે કંપની રિલાયંસમાં ૧.૭૫ ટકા ભાગીદારી ખરીદશે. રિલાયંસ રિટેલના મૂલ્યાંકન ૪.૨૧ લાખ કરોડ રૂપિયા લગાવાયા છે આ પહેલા સિલ્વર લેકે જિયો પ્લેટફોર્મમાં ૧૦.૨૦૦ કરોડ રૂપિયાના રોકાણ કર્યું હતું એટલે કે કંપની રિલાયંસ સમૂહની બે કંપનીઓમાં રોકાણ કરી રહી છે રિલાયંસ રિટેલ અને જિયો પ્લેટફોર્મ્સનું કુલ વૈલ્યુએશન નવ લાખ કરોડ રૂપિયા પાર કરી ગયો છે.
સિલ્વર લેકના રિલાયંસ રિટેલમાં રોકાણ કરવાનો એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે રિલાયંસ રિટેલ ભારતીય રિટેલ સેકટરમાં મોટા ખેલાડીના રૂપમાં ઉભરી છે રિલાયંસ રિટેલના ૧૨ હજારથી વધુ સ્ટોર્સમાં લગભગ ૬૪ કરોડનું ફુટફોલ પ્રતિવર્ષ છે મુકેશ અંબાણીએ આ નેટવર્કથી ત્રણ કરોડ કિરાણા સ્ટોર્સ અને ૧૨ કરોડ કિસાનોને જાેડવાનું લક્ષ્ય રાખ્યું છે કંપનીએ તાજેતરમાં જ જિયો માર્ટને પણ લોન્ચ કર્યું છે જે ગ્રોસરી સેકટરનું ઓનલાઇન સ્ટોર છે જિયો માર્ટ પર દરરોજ લગભગ ચાર લાખ ઓર્ડર બુક થઇ રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રિલાયંસ ઇડસ્ટ્રીઝ પોતાની સહયોગી કંપની રિલાયંસ રિટેલમાં લગભગ ૧૦ ટકા ભાગીદારી વેચવા ઇચ્છે છે ગત અઠવાડીયે જ રિલાયંસે ફયૂચર સમૂહના છુટક અને લોજિસ્ટિકસ કારોબારને ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં ખરીદી લીધા હતાં. આ સંદર્ભમાં મુકેશ અંબાણીએ કહ્યું કે અમને ખુશી છે કે લાખો નાના વ્યાપારિઓની સાથે ભાગીદારકી કરવાનો અમારો પરિવર્તનકારી વિચારથી સિલ્વર લેક પોતાના રોકાણના માધ્યમથી જાેડાયેલ છે. ભારતીય રિટેલ સેકટરમાં ભારતીય ગ્રાહકોને મૂલ્ય આધારિત સર્વિસ મળે એજ અમારો પ્રયાસ છે અમારૂ માનવુ છે કે પ્રૌદ્યોગિકી રિટેલ ક્ષેત્રમા જરૂરી પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને રિટેલ ઇકો સિસ્ટમથી જાેડાયેલ તમામ ઘટક એક સારા વિકાસ પ્લેટફોર્મનું નિર્માણ કરી શકશે ભારતીય રિટેલ સેકટરમાં અમારા વિજનને આગળ વધારવામાં સિલ્વર લેક મહત્વપૂર્ણ ભાગીદાર હશે.
સિલ્વર લેક અમેરિકાની એક ખાનગી ઇકિવટી ફર્મ છે અહીં કંપની દુનિયાભરની ટેક કંપનીઓમાં રોકાણ કરે છે જિયોથી પહેલા સિલ્વર લેકે એયરબીએનબી અલીબાબા આંટ ફાઇનેંશિયલ અલ્ફાબેટની વેરિલી એન્ડ વાયમો યુનિટ્સ ડેલ ટેકનોલોજી અને ટિ્વટર સહિત અનેક વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓમાં રોકાણ કરી રાખ્યું છે સિલ્વર લેકની પાસે લગભગ ૪૦ અબજ ડોલરના કમ્બાઇડ એસેટ અંડર મેનેજમેંટ છે.HS