૭૬ ખેલાડી અનસોલ્ડ, રૈના-મોર્ગનને પણ કોઈએ ન ખરીદ્યા
નવી દિલ્હી, આઈપીએલ મેગા ઓક્શનમાં આ વખતે કુલ ૨૦૪ ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા જેમાં ૬૭ વિદેશી ખેલાડીઓ રહ્યા હતા. તે જ સમયે ઘણા એવા દિગ્ગજ ખેલાડીઓ હતા જેમને હરાજી દરમિયાન ખરીદવામાં નહોતા આવ્યા. જેને જાેઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ કેવી રીતે થયું એ ચાહકો પણ નથી સમજી શક્યા. હરાજી દરમિયાન ન ખરીદાયેલા ખેલાડીઓની સંખ્યા ૭૬ રહી હતી. જેમાંથી ૨૨ ખેલાડીઓ હાઈપ્રોફાઈલ હતા. જેમાં સુરેશ રૈના, શાકીબ અલ હસન અને ઈયાન માર્ગેન જેવા ખેલાડીઓ પણ સામેલ છે.
મિસ્ટર આઈપીએલ સુરેશ રૈના પણ અનસોલ્ડ રહ્યા જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સિવાય ટી-૨૦ ઈન્ટરનેશનલમાં નંબર ૨ બોલર તબરેસ શમ્મી પણ આ વખતની હરાજીમાં ખરીદવામાં નથી આવ્યા.
આદિલ રાશિદ અને એડમ જમ્પા અને બીજા નંબરના આઈસીસી ટી૨૦ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન એવા દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ રહ્યા જેમને ખરીદવા માટે કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ નહોતો દાખવ્યો.
ખરીદવામાં ન આવ્યા હોય એ હાઈપ્રોફાઈલ ખેલાડીઓનું આખું લિસ્ટઃ રોસ્ટન ચેસ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧ કરોડ), બેન કટિંગ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૭૫ લાખ), માર્ટિન ગપ્ટિલ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૭૫ લાખ), પીયૂષ ચાવલા(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧ કરોડ), ઈશ સોઢી(બેઝ પ્રાઈસ આઈએનઆર ૫૦ લાખ), તબરેઝ શમ્મી(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧ કરોડ), શેલ્ડન કોટરેલ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૭૫ લાખ), ઈશાંત શર્મા(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧.૫ કરોડ), ચેતેશ્વર પૂજારા(બેઝ પ્રાઈસ આઈએનઆર ૫૦ લાખ).
એરોન ફિંચ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧.૫ કરોડ), ઈયોન મોર્ગેન(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧.૫ કરોડ), માર્નસ લાબુસ્ચગને(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧ કરોડ), દાઉદ માલન(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧.૫ કરોડ), સંદીપ લામિછાને(બેઝ પ્રાઈસ આઈએનઆર ૪૦ લાખ), અમિત મિશ્રા(બેઝ પ્રાઈસ આઈએનઆર ૧.૫ કરોડ),એડમ ઝમ્પા(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ), ઈમરાન તાહીર(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ), મુજીબ ઉર રહમાન(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ), આદિલ રાશિદ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ), શાકીબ અલ હસન(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ), સ્ટીવન સ્મિથ(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ), સુરેશ રૈના(બેઝ પ્રાઈસ આઈએનઆર ૨ કરોડ) રૈનાને સીએસકેએ ન ખરીદ્યો જેના કારણે રૈનાના અનસોલ્ડ થવા પર ફેન્સ હતાશ છે.
મિસ્ટર આઈપીએલના નામથી પ્રખ્યાત રૈનાને ખરીદદાર ન મળવો એ આશ્ચર્યની વાત છે. તમને જણાવી દઈએ કે, રૈનાને ન ખરીદ્યા બાદ BCCIએ એક ટ્વીટ પણ કર્યું હતુ અને તમામ યાદો માટે આભાર માન્યો હતો.