૭ કલાક આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ આપતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે
સસ્તા અનાજની દુકાન તેમજ અન્ય કરિયાણાની દુકાનો પર લાઈનો લાગી રહી છે.
(વિરલ રાણા ભરૂચ), ઝઘડિયા પંથકમાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન કરિયાણા તેમજ આવશ્યક ચીજવસ્તુઓ ની દુકાન ખુલ્લી રાખવાના સમયમાં વધારો કરવામાં આવતા લોકોના ટોળેટોળા શાકભાજી તેમજ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ઉમટી રહ્યા છે.આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનોમાં પણ લાઈનો લાગી રહી છે.
ઝઘડિયા પંથકમાં એક તરફ લોકડાઉનના અમલનું ચુસ્ત પાલન કરાવવા ઝઘડિયા પોલીસ રાત દિવસ એક કરી રહી છે.ત્યારે બીજી તરફ લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આપવામાં આવેલી છૂટછાટનો સમય ૭ થી ૨ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ચાર રસ્તા બજારોમાં ખરીદી કરવા એકત્ર થઇ રહ્યા છે.દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ નો અમલ કંઈક અંશે થઈ રહ્યો છે.
પરંતુ પથારા પાથરીને બેઠેલા નાના વેપારીઓ દુકાનોમાં ટોળેટોળા ખરીદી માટે જામી રહ્યા છે.સસ્તા અનાજની દુકાનોમાં આજથી આપવામાં આવતા મફત અનાજ લેવા પણ લોકોની લાઈનો જોવા મળી હતી.ત્યારે લોકડાઉનના ચુસ્ત અમલ ના ધજાગરા આ સમયે મર્યાદા વધારવા ના કારણે ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતા હજુ સુધી લોકોમાં દેખાતી નથી તેમ લાગી રહ્યુ છે.સવારે ૬ થી સાંજ ના ૬ ના ૧૨ કલાક દરમ્યાન દરમિયાન ૭ કલાક છૂટછાટ આપવામાં આવતા લોકડાઉન ની નહિવત અસર જોવા મળી રહી છે.