Western Times News

Gujarati News

૭ માર્ચે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન, મોદી ચીફ ગેસ્ટ બનશે

નવીદિલ્હી, આગામી ૭ માર્ચે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આ વાયુ શક્તિ અભ્યાસના મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. વડાપ્રધાન મોદી એક લક્ષ્ય નક્કી કરશે, જેને ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન દ્વારા નષ્ટ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે આ વાયુ શક્તિ અભ્યાસમાં રાફેલ સહિત લગભગ ૧૫૦ એરક્રાફ્ટ ભાગ લેશે અને આકાશમાં પોતાનું યુદ્ધ કૌશલ્ય બતાવશે. અગાઉ ભારતીય વાયુસેનાની આ કવાયત વર્ષ ૨૦૧૯માં થઈ હતી. આ વખતે જેસલમેરની પોખરણ રેન્જમાં વાયુસેનાના ૧૫૦ વિમાન ૭ માર્ચે આકાશમાં પોતાનો જૌહર બતાવીને દુનિયાને પોતાની હવાઈ શક્તિનું પ્રદર્શન કરશે.

વાયુસેના પોખરણ રેન્જમાં દર ત્રણ વર્ષે યુદ્ધ અભ્યાસ કરે છે. આ વખતે રાફેલ સહિત ૧૫૦ વિમાનોમાંથી ૧૦૯ ફાઈટર એરક્રાફ્ટ આ કવાયતમાં ભાગ લેવા જઈ રહ્યા છે. વાયુસેનાએ આ કવાયતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

વાયુસેનાના વાઈસ એર ચીફ માર્શલ સંદીપ સિંહે જણાવ્યું હતું કે એરફોર્સ એક્સરસાઈઝ ૨૦૨૨માં ફાઈટર એરક્રાફ્ટ જગુઆર, રાફેલ, સુખોઈ-૩૦, મિગ-૨૯, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, મિગ૨૧ બાઈસન, હોક ૩૨, એમ૨૦૦નો સમાવેશ કરવામાં આવશે, જ્યારે ઘણા એરક્રાફ્ટ સામેલ છે. ત્યારે ગ્લોબ માસ્ટર પણ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી -૧૭ અને સી-૧૩૦ સહિત વિમાનો પણ આ કવાયતમાં ભાગ લેશે. આકાશ મિસાઈલ સિસ્ટમ અને સ્પાઈડર મિસાઈલ સિસ્ટમની ક્ષમતાઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.