Western Times News

Gujarati News

૭ મા ધોરણની પરીક્ષામાં ‘કાશ્મીરને અલગ દેશ’ તરીકે દર્શાવાતા વિવાદ

પટણા, બિહારના કિશનગંજ જિલ્લામાં ધોરણ ૭ ની અર્ધવાર્ષિક પરીક્ષાના પેપર પર વિવાદ ઉભો થઈ ગયો છે. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં કાશ્મીરને અલગ દેશ ગણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો.

ભાજપ સીએમ નીતીશ કુમાર પર રોષે ભરાઈ છે. ભાજપ પ્રદેશાધ્યક્ષ સંજય જયસ્વાલે આરોપ લગાવ્યો કે આ બધુ સીમાંચલમાં જ કેમ થઈ રહ્યુ છે. બિહાર સરકાર કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ માનતા નથી.પ્રશ્ન પત્રમાં સવાલ પૂછવામાં આવ્યો કે આ દેશોના લોકોને શુ કહેવામાં આવે છે, જેમાં ચીન, નેપાળ, ઈંગ્લેન્ડ અને ભારતની સાથે કાશ્મીરનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. એટલે કે પેપરમાં કાશ્મીરને ભારતથી અલગ એક અન્ય દેશ તરીકે દર્શાવાયુ છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડો. સંજય જયસ્વાલે આ મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી. તેમણે આરોપ લગાવ્યો છે કે સમગ્ર સીમાંચલ ક્ષેત્રમાં હિંદી સ્કુલોમાં શુક્રવારની રજા અને હવે સાતમા ધોરણનુ આ પ્રશ્નપત્ર જે પૂછે છે કે નેપાળ, ચીન, ઈંગ્લેન્ડ, હિન્દુસ્તાન અને કાશ્મીરમાં રહેનારને શુ કહેવામાં આવે છે? ડો. જયસ્વાલે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આરોપ લગાવ્યો કે પ્રશ્ન જ દર્શાવે છે કે બિહાર સરકારના સરકારી પદાધિકારી અને બિહાર સરકાર કાશ્મીરને ભારતનુ અંગ માનતા નથી.

આનો પુરાવો સાતમા ધોરણની બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલનુ પ્રશ્ન પત્ર છે જે બાળકોના મગજમાં એ ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે જે રીતે ચીન, ઈંગ્લેન્ડ, ભારત, નેપાળ એક દેશ છે તેવી જ રીતે કાશ્મીર પણ એક રાષ્ટ્ર છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.