૭ વર્ષની બાળકીના બળાત્કારના કેસમાં ૩૦ દિવસમાં ગુનેગારને ફાંસીની સજા
જયપુર, ૭ વર્ષની બાળકી સાથે રેપના ૩૦ દિવસમાં પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પોક્સો વિશેષ કોર્ટની જજ રેખા રાઠોડે ગુનેગાર દિનેશ જાટને ફાંસીની સજા સંભળાવતા ટિપ્પણી કરી કે આ ક્રુરતાપૂર્ણ ગુનો છે અને રાક્ષસની પ્રવૃત્તિને દર્શાવે છે.
ભય વગર સુરક્ષા વગર પ્રસન્નતાથી સમાજમાં જીવવાનો બાળકોનો અધિકાર છે. ત્યારે બાળક ઘર અને ઘરની બહાર સુરક્ષિત નથી તો આ ચિંતાનો વિષય છે. બાળકોની રક્ષા માતા-પિતા માટે પડકાર જનક કામ બની ગયું છે. ગુનેગાર સમાજ માટે કલંક છે. જાે તેને જીવતો રાખ્યો તો તેના ભવિષ્યમાં ગુનો કરવાની આશંકા રહેશે અને અન્ય ગુનેગારોનું મનોબળ વધશે.
આ કેસમાં ર્નિણય સંભળાવ્યા બાદ સરકારી વકીલ સુમેર સિંહ બેડાએ કહ્યું કે જધન્ય ગુનામાં ફાંસીની સજાની જાેગવાઈ છે. ન્યાયાલયે આ મામલાને પણ આ જ પ્રકરણ માન્યું છે. આની પહેલા કાલે નાગૌર પોક્સો સ્પેશિયલ કોર્ટે સાત વર્ષની બાળકીના રેપ બાદ હત્યાના મામલામાં આરોપી દિનેશને ગુનેગાર ઠરાવ્યો હતો. સુમેર સિંહ બેડાએ જણાવ્યું કે ૧૧ દિવસ સુધી રોજ સુનવણી ચાલી.
આ દરમિયાન મામલામાં પીડિત પક્ષ તરફછી ૨૯ સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી જુબાની આપવામાં આવી. આ ઉપરાંત બચાવ પક્ષના વકીલની ડિમાન્ડ પર ડોક્ટર્સ ટીમ દ્વારા આરોપીના મેન્ટલ કન્ડીશનની તપાસ પણ કરાવવામાં આવી.નાગૌરના પાદૂકલાં પોલીસ સ્ટેશનની હદના એક ગામમાં ૨૦ વર્ષીય આરોપી દિનેશ જાટે નશામાં હોવાનું નાટક કર્યુ.
તેણે કુત્તરાઓથી બીક લાગવાની વાત કરી અને ૭ વર્ષની બાળકીને પોતાને ઘરે છોડવા માટે કહ્યું. બાળકીને સાથે લઈ ગયા બાદ ખેતરમાં બાજરાના ઉભા પાકમાં જઈ માસૂમને બિસ્કિટ અને કુરકુરે ખવડાવ્યા. જ્યાં માસૂમ સાથે રેપ કર્યો. પોલ ખુલવાના ડરથી બાળકીની હત્યા કરી અને લાશને ખેતરમાં કાંટાળી ઝાડીમાં નાંકી ભાગી ગયો.
ચોંકાવનારી વાત એ હતી કે બાળકીની માતાને આરોપીએ ધરમની બહેન બનાવી હતી. ઘટના બાદ સ્થાનીક પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણો પુછપરછમાં ગુનો કબૂલ્યો. પોલીસે ૨૧ સપ્ટેમ્બરે કિડનેપિંગ, પોક્સો, મર્ડર અને રેપની કલમ હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. એ બાદ ૨૭ સપ્ટેમ્બરે પોલીસે મેડતા સ્થિત પોક્સો કોર્ટમાં આરોપીની સામે પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.SSS