૭ વર્ષની સરકારમાં કોઈ મોદી પર ૭ પૈસાના કૌભાંડનો આરોપ લગાવી શકે નહીંઃ અનુરાગ ઠાકુર
રાંચી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સાથે બાગેશ્વરમાં વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ દરમિયાન એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે ૨જી ૩જી સહિત અનેક કૌભાંડો કર્યા હતા. અમે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પોતાની સરકારના ૭ વર્ષ પૂરા કરી લીધા છે, પરંતુ રાહુલ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી કોઈપણ પીએમ મોદી પર ૭ પૈસાના કૌભાંડનો આરોપ પણ ન લગાવી શકે.
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, અમે ભ્રષ્ટાચાર મુક્ત, વિકાસોન્મુખી સરકાર આપી છે. તેમણે કહ્યું કે, અટલજી એ એક સાથે ઝારખંડ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્ય બનાવવાનું કામ કર્યુ, કોઈ જગ્યાએ મારપીટ થઈ નહીં. શાંતિથી બિલ પાસ થયા હતા. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, તેણે તેલંગણા રાજ્ય બનાવવાનું હતું. જેનો તેના જ સાંસદ સંસદમાં વિરોધ કરતા હતા અને કોંગ્રેસ તેને સંસદમાંથી બહાર કરી દેતી હતી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કુમાઉંથી વિજય સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવા માટે બાગેશ્વર જિલ્લાના નુમાઇસખેત મેદાન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું છોલિયા નૃત્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ ફૂલોનો વરસાદ કરી સ્વાગત કર્યુ હતું. કુમાઉંમાં ભાજપની વિજય સંકપ્લ યાત્રા બાગેશ્વરથી શરૂ થઈ છે. આ યાત્રા કુમાઉંના તમામ જિલ્લામાં જશે.HS