૭-૮ જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગાંધીનગર , ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ શરુ થઈ ગયો છે, પરંતુ હજુ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. જાેકે, આજે તથા આગામી દિવસોમાં અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં ૭ અને ૮ જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પાછલા કેટલાક દિવસોથી રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા વરસાદના કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો વાવણી લાયક વરસાદ થતા ખુશખુશાલ છે. આ તરફ મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે.
રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ ચાલુ અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, “સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે, ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ૮ જુલાઈએ તોફાની વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.”
આ તારીખો દરમિયાન રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં સાંબેલાધાર વરસાદ તૂટી પડશે તેવી આગાહી છે. જ્યારે આ સિવાય સુરત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
રિપોર્ટ્સ મુજબ ઉમરગામમાં ૬.૫ ઈંચ, પારડીમાં ૫.૫ ઈંચ, પલસાણામાં ૪.૫ ઈંચ, વાપીમાં ૪.૫ ઈંચ, ચોર્યાસી અને સુરત શહેરમાં ૪-૪ ઈંચ વરસાદ થયો છે. આ તરફ સૌરાષ્ટ્રના દેવભૂમિક દ્વારકાના ખંભાળિયામાં ૩.૫ અને સાવરકુંડલામાં પણ ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો ખેતી માટે વરસાદની રાહ જાેઈને બેઠેલા ખેડુતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
આ તરફ કચ્છના માંડવીના દુર્ગાપુર ગામની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો છે. પાછલા બે દિવસથી મહારાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈ સહિત કોંકણ અને કોલ્હાપુર સિહતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અનેક નદીનાળામાં નવા નીરની આવક થઈ છે.
કોલ્હાપુરમાં પંચગંગા નદી તેના બે કાંઠે વહી રહી છે. ત્યારે સોમવારે મધ્યરાત્રી પછી મુંબઈમાં વરસાદે જમાવટ કરતા આજે સવારે શહેરના અનેક વિસ્તારમાં મુંબઈગરા ઉઠ્યા તો જાેયું કે ઘરની બહાર રસ્તાઓ પર પાણી જ પાણી ભરાયેલા હતા. મૂશળધાર વરસાદના પગલે મુંબઈના સાયન વિસ્તાર અને અંધેરી સબ વેમાં ગોંઠણ સમા પાણી ભરાયા હતા. તેમજ મુંબઈના અનેક પરાઓમાં પણ પાણીના ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.SS2KP