Western Times News

Gujarati News

૮થી ૧૪ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક

અમદાવાદ, લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જાેઈ રહ્યાં છે. પણ મેઘરાજા જાણેકે, હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જાેવા મળી રહ્યો છે. જાેકે, હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી ૨૦મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી ૧૪મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં દિવસ દરમિયાન ધુપ-છાવનું વાતાવરણ રહ્યું હતું, જેને કારણે લોકોએ બપોર પછી ગરમીનો અનુભવ કર્યો હતો.

જાેકે આગામી અઠવાડિયાથી ૧૦ દિવસ દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આગામી ૨૪ કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે ૮ સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ૮થી ૧૪ સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ ૪૧ ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ૨૪ કલાકમાં લો-પ્રેશર રચાશે, જે ૭થી ૮ સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ. ૮ સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે.

આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર ૮થી ૧૪ સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.