Western Times News

Gujarati News

૮૦,૦૦૦ કંપનીઓએ સરકારને ૩૦૦ કરોડનો ચુનો લગાવ્યો

નવી દિલ્હી, દેશની લગભગ ૮૦ હજાર એવી કંપનીઓની માહિતી મળી છે. જેમણે વ્યવસ્થાના બહાને કેન્દ્ર સરકારને ૩૦૦ કરોડનો ચુનો લગાવ્યો છે. આ કંપનીઓએ સંગઠીત ક્ષેત્રમાં નવી નોકરીઓ ઉભી કરવા ચલાવાઇ રહેલી યોજના હેઠળ સરકાર પાસેથી નાણાંકીય પ્રોત્સાહન મેળવ્યુ હતું. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવાય) હેઠળ લગભગ દસલાખ લાભાર્થી એવા મળ્યા છે જે તેના માટે હકદાર નહોતા આ લોકો યોજનાની શરૂઆત થઇ તે પહેલાથી જ સંગઠીત અર્થવ્યવસ્થાનો ભાગ હતા. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ આ કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતાઓમાં લેવડ દેવડ પર પ્રતીબંધ મુકયો છે. દસ્તાવેજો અનુસાર, ઇપીએફઓ પહેલાજ આ કર્મચારીઓ પાસેથી રરર કરોડ રૂપિયા વસુલી ચુકયું છે.

આ અંગે શ્રમ અને રોજગાર સચિવ હીરાલાલ સમારીયા અને ઇપીએફઓના કેન્દ્રીય ભવિષ્ય નિધિ આપ્યુકત સુનીલ બડથ્વાલને ૧૩ જાન્યુઆરીએ મોકલાયેલ સવાલોનો કોઇ જવાબ નથી મળ્યો દિલચશ્પ વાત એ છે કે ઇપીએફઓના નોકરીના આંકડાઓનો હવાલો આપીને સરકાર ઔપચારિક ક્ષેત્રમાં નોકરીઓ વધવાનો દાવો કરી રહી છે રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ) સરકારે ર૦૧૬માં પીએમ આરપીવાયની જાહેરાત કરી હતી. તેના હેઠળ સરકાર નવા કર્મચારીઓની ભવિષ્ય નિધિની રકમનો એક ભાગ પોતે ઉપાડે છે જેથી કંપનીઓના નાણાકીય બોજમાં મદદ થઇ શકે. ભૂતપૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ ર૦૧૬-૧૭ ના પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આ યોજનાનો ઉદ્‌ેશ કંપનીઓને બેરોજગારોને નોકરી આપવામાં આવે અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને સંગઠીત ક્ષેત્રમાં લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ યોજના ઓગસ્ટ ર૦૧૬માં લાગુ થઇ હતી અને તે ૧ એપ્રીલ ર૦૧૬થી નોકરીમાં રાખવામાં આવેલ નવા કર્મચારીઓ માટે હતી.

પીએમઆરપીવાય યોજના દ્વારા કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ સુધી કર્મચારીની ભવિષ્ય નીધીની રકમમાં નોકરી દાતાનો ભાગ ચુકવે છે અત્યારે કર્મચારીના પગારમાંથી ર૪ ટકા રકમ પીએફમાં જાય છે. તેમાંથી અડધો હિસ્સો નોકરીદાતા અને અડધો કર્મચારીનો હોય છે ૧પ હજાર સુધીનો માસિક પગાર મેળવનાર કર્મચારી માટે આ ફરજીયાત છે. આયોજનાની મહત્વ પૂર્ણ શરત એ છે કે કંપનીઓને ત્યારેજ સરકારની નાણાકીય મદદ મળશે જયારેતેએવા કર્મચારીઓને નોકરી પર રાખશે જે પહેલા ઇપીએફઓમાં ન હોય પણ જુલાઇ ર૦૧૯ સુધીમાં લગભગ ૮૦ હજાર કંપનીઓના ૮ લાખ ૯૮ હજાર પ૭૬ એવા કર્મચારીઓ જોવા મળ્યા જેમના પહેલાથી જ ઇપીએફઓમાં ખાતા ખુલેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.