Western Times News

Gujarati News

૮૦૦ વર્ષ જૂના સિક્કા વેચવા જતા બે શખ્સ ઝડપાઈ ગયા

ઉત્તર પ્રદેશના કોશમ્બી જિલ્લાનો બનાવ-બાતમીના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરીઃ જૂના ૧૭૧ સિક્કાની અંદાજિત કિંમત નવ લાખ રૂપિયા છે
કૌશમ્બી,  ઉત્તરપ્રદેશના કૌશમ્બી જિલ્લામાં પોલીસે ૮૦૦ વર્ષ જૂના સિક્કા વેચવા જતા બે લોકોને ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સિક્કાઓની કિંમત આશરે નવ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ખરેખર, મુકેશ પુરી નામની વ્યક્તિ કૌશંભીના ભાતોર ગામે પોતાનું મકાન બનાવતો હતો. ઘરના પાયા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, તે જ સમયે આઠસો વર્ષ જૂના સલ્તનતના સિક્કા મળી આવ્યા.

કોચરાજ પોલીસ સ્ટેશનના પ્રભારી રાકેશ તિવારીને બાતમી મળી હતી કે, બે યુવકો પ્રાચીન સમયના સિક્કાઓ પ્રયાગરાજને વેચી રહ્યા છે. બાતમી મળતાં એસ.એચ.ઓ.એ એસ.ઓ.જી. સાથે સખાડા ચોકને ઘેરી લીધો હતો. જ્યાં શંકાસ્પદ હાલતમાં બે યુવક ઝડપાયા હતા. શોધખોળમાં આરોપીના કબજામાંથી ૧૩ મી સદીના ૧૭૧ સિક્કા મળી આવ્યા. પોલીસ ટીમે બંને યુવકની ધરપકડ કરી છે.

પોલીસની પૂછપરછમાં આરોપીએ અર્જુનકુમાર સોની નામનો (પુત્ર સ્વ. સંતુલાલ) નિવાસી નગર પંચાયત અજુહા અને મુકેશપુરી (પુત્ર રવિન્દ્ર નાથ) નિવાસી ભાંદર થાણા જાણવા મળ્યું હતું. એએસપી અશોક કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, સિક્કા મળ્યા બાદ મુકેશ પુરી તે વેચવા અઝુવા માર્કેટમાં સોના-ચાંદીના વેપારી અર્જુન સોની પાસે પહોંચ્યો હતો. સિક્કા જોયા પછી અર્જુન સોનીએ મુકેશને કહ્યું કે ભરવારી શહેરના વેપારીઓ વધુ પૈસા ચૂકવી શકે છે.

આ પછી બંને ૧૭૧ સલ્તનત સમયગાળાના સિક્કા વેચવા માટે ભરવારી માર્કેટમાં જતા હતા. આ દરમિયાન કોઠરાજ પોલીસ સ્ટેશનની પોલીસ અને એસઓજીની ટીમે આશરે આઠસો વર્ષ જુના સિક્કા સાથે બંનેને ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સિક્કાઓની કિંમત આશરે નવ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે કેટલાક સિક્કા તાંબાના, કેટલાક સોના-ચાંદીના છે. આ અંગે પુરાત¥વ વિભાગને જાણ કરવામાં આવી છે. પુરાત¥વ વિભાગના આગમન પછી જ વિવિધ ધાતુઓના સિક્કા અલગ કરવામાં આવશે. હાલમાં તેઓને પોલીસ પાસે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.