Western Times News

Gujarati News

૮૩ના મેકર્સ સામે યુએઈના ફાઈનાન્સર દ્વારા ફરિયાદ

મુંબઈ, રણવીરસિંહ સ્ટારર ‘૮૩’ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ છે અને તેની પત્ની દીપિકાપાદુકોણ આ ફિલ્મના પ્રોડ્યૂસર્સમાંથી એક હોવાથી તે પણ કોન્ટ્રોવર્શિયલકેસમાં ઢસેડાઈ છે. સ્પોર્ટ્‌સ પર આધારિત આ ફિલ્મના મેકર્સ સામે કથિતછેતરપિંડીનો કેસ દાખલ થયો છે.

રિપોર્ટ પ્રમાણે, યુએઈ સ્થિત ફાઈનાન્સરે મુંબઈમાં અંધેરીમાંમેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટનો સંપર્ક કર્યો હતો અને ‘૮૩’ના મેકર્સ સામેફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમની કંપનીએઆશરે ૧૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યા બાદ વિબ્રિ મીડિયા દ્વારા સારા વળતરનું વચન આપવામાં આવ્યું હતું.

જાે કે, ફરિયાદીતરફથી કોઈ પણ લેખિત સંમિત મેળવ્યા વિના, કબીર ખાન, સાજિદ નાડિયાદવાલા અનેદીપિકા પાદુકોણ સહિતના ફિલ્મમેકર્સે તેમના ફંડનો ઉપયોગ ‘૮૩’ના પ્રોડક્શનમાંકર્યો હતો.

રિપોર્ટમાં વકીલ રિઝવાન સિદ્દીકીને ટાંકીને કહેવામાં આવ્યુંકે, તેમના ક્લાયન્ટએ ‘૮૩’ના તમામ મેકર્સ સામે છેતરપિંડી અને ગુનાહિતકાવતરાના આધારે ફરિયાદ નોંધાવી હતી. ‘૮૩’નુંડિરેક્શન કબિર ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેની કહાણી ૧૯૮૩ના વર્લ્‌ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત પર આધારિત છે.

આ ફિલ્મમાં રણવીર સિંહપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના રોલમાં જાેવા મળશે જ્યારે દીપિકા પાદુકોણતેમની પત્ની રોમી ભાટિયાના પાત્રમાં છે. લગ્ન બાદ રણવીર અને દીપિકાપહેલીવાર ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.

આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભસીન, જીવા, સાકીબ અસીમ. જતીન સરના, ચિરાગ પાટિલ, દિનકર શર્મા, નિશાંત દહીયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર સહિતના પણ કલાકારો છે. ‘૮૩’ ૨૪મીડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ‘૮૩’ની રિલીઝની ઘણા સમયથી રાહ જાેવાઈહતી. આ ફિલ્મ ૨૦૧૯માં જ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારી અનેલોકડાઉનના કારણે મેકર્સે બાદમાં રિલીઝ કરવાનો ર્નિણય લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.