૮૩ વર્ષે વહીદા રહેમાને પુત્રી સાથે સ્નૉર્કલિંગ કર્યું
મુંબઈ: પીઢ અભિનેત્રી વહીદા રહેમાન પોતાની જિંદગીના પાછલા વર્ષોને મન ભરીને માણી રહ્યા છે. વહીદા રહેમાનની દીકરા કાશ્વી રેખી ઈન્સ્ટાગ્રામ પર તેમની સાથેની અનેક તસવીરો શેર કરતી રહી છે. મા-દીકરીની જાેડી ઘણીવાર સાથે ફરતી અને જિંદગીનો આનંદ માણતી જાેવા મળે છે. કાશ્વી ઈન્સ્ટાગ્રામ પર મમ્મી સાથેની ખાસ તસવીરો શેર કરવાની સાથે કેટલીક દુર્લભ તસવીરો પણ ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ કાશ્વીએ વહીદા રહેમાન સાથેની તસવીર શેર કરી છે જેમાં મા-દીકરી સ્નૉર્કલિંગ (સમુદ્રની અંદર તરવું) કરતાં જાેવા મળે છે.
કાશ્વીએ શેર કરેલા ફોટોગ્રાફમાં વહીદા પાણીની અંદર દીકરીનો હાથ પકડીને તરતાં જાેવા મળી રહ્યા છે. મા-દીકરીની જાેડીએ આંદમાન-નિકોબારના હેવોક આઈલેન્ડમાં સ્નૉર્કલિંગનો આનંદ લીધો હતો. કાશ્વીએ આ તસવીર શેર કરતાં લખ્યું, મમ્મી સાથે સ્નૉર્કલિંગ. આ તસવીરમાં વહીદા પોતાની દીકરી સાથે સમુદ્રની અંદરની સુંદરતાને માણી રહ્યા છે. એડવેન્ચર એક્ટિવિટી સ્નૉર્કલિંગ કરવા માટે જે સુરક્ષાના સાધનોની જરૂર પડે તે બંનેએ પહેરેલા જાેવા મળે છે. ૮૩ વર્ષની વયે વહીદાને સ્નૉર્કલિંગ કરતાં જાેઈને એટલું ચોક્કસ કહી શકાય કે ઉંમર આંકડો માત્ર છે.
આ તસવીર જાેઈને ફેન્સ પણ વહીદાની વાહવાહી કરી રહ્યા છે. એક ફેને લખ્યું, હવે તેમના બકેટલિસ્ટ પૂરા કરી રહ્યા છો. વહીદાજી અમને હંમેશા પ્રેરણા આપતા રહેશો. બીજા એક ફેને લખ્યું, “મને ખુશી થાય છે કે તેઓ પોતાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે. ઉંમર માત્ર આંકડો છે. વહીદાજી તમે શ્રેષ્ઠ છો. અન્ય ફેન્સે પણ આ તસવીર અને વહીદાના જુસ્સાને અદ્ભૂત ગણાવ્યો હતો.
દરમિયાન ૩ ફેબ્રુઆરીએ વહીદા રહેમાનનો જન્મદિવસ હતો ત્યારે તેઓ દીકરી સાથે વારાણસી પહોંચ્યા હતા. કાશ્વીએ ઈન્લ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પવિત્ર સ્થળ પરની મમ્મી સાથેની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં વહીદા અને કાશ્વી ગંગા નદીમાં બોટ રાઈડ કરતાં જાેવા મળી રહ્યા છે. બીજી એક તસવીરમાં વહીદા પવિત્ર શહેરને પોતાના કેમેરામાં કંડારતા જાેવા મળી રહ્યાં છે.