૮૬ વર્ષના વૃદ્ધને પુત્ર ગુમ થયાના ૩૮ વર્ષ બાદ ડેથ સર્ટિફિકેટ મળ્યું
અમદાવાદ, સામાન્ય રીતે લોકો કાયદાકીય ગુચવણો થી દુર ભાગતા હોય છે. કાયદાના પચડામાં કોણ પડેપ? આખી જીન્દ્ગી નીકલી જાય તો પણ ચુકાદો ના આવે. આખી જિંદગી કોર્ટના ધક્કા ખાવાના.. વિગેરે જેવી લોકોની સામાન્ય માન્યતા હોય છે. અને કેટલાક અંશે આ માન્યતા સાચી પણ હોય છે.
એક ૮૬ વર્ષના વૃદ્ધ ને પોતાના ખોવાયેલા દીકરાનું ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે પુરા ૩૮ વર્ષનો કાનૂની જંગ ખેલવો પડ્યો હતો. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગુમ થાય તો સાત વર્ષ સુધી તેની રાહ જાેઈ કોર્ટ તેને મૃત જાહેર કરી શકે છે. પરંતુ આ કેસમાં પિતાએ ૩૮ વર્ષ લાંબી રાહ જાેવી પડી હતી. દાયકા લાંબી કાનૂની લડાઈ પછી એક વૃધ્ધ પિતાને પોતાના ગુમસુદા પુત્રનું ડેથ સર્ટીફીકેટ મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર માનસિંહ દેવધરાનો ૩૮ વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયો હતો. અને ૨૦૧૨ માં ન્યાયતંત્રનો સંપર્ક કરનાર દેવધરાએ તેમના પુત્ર જીતેન્દ્રસિંહને મૃત જાહેર કરવા માટે લાંબી કાનૂની લડત ચલાવવી પડી હતી. નીચલી અદાલતોએ અભિપ્રાય આપ્યો કે પિતાએ કોર્ટનો સંપર્ક કરવામાં મોડું કર્યું છે.
આથી, તેમના દાવાને મર્યાદાના કાયદા દ્વારા પ્રતિબંધિત તરીકે નકારી કાઢવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે બે નીચલી અદાલતોના ચુકાદાઓને એ અવલોકન સાથે ઉલટાવી દીધા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા કેસમાં મર્યાદાનો કાયદો લાગુ થઈ શકે નહીં.
નોધનીય છે કે, માનસિંહ દેવધરાના પુત્ર ૩૧ જાન્યુઆરી, ૧૯૮૪ ના રોજ ગુમ થયો હતો. ત્યારે તે કોલેજના અભ્યાસ માટે સુરતમાં તેના પિતરાઈ ભાઈના ઘરે રહેતો હતો. અને ત્યાંથી જ ગુમ થયો હતો. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી અને દૈનિકોમાં પણ જાહેરાતો પ્રકાશિત કરી હતી. પરંતુ તેઓ તેમના પુત્ર જીતેન્દ્રસિંહને ફરી ક્યારેય મળી શક્ય નહિ. કે તેના વિષયમાં કોઈ જાણકારી પણ મળી ના હતી.
આખરે પિતાએ તેમના પુત્રના મૃત્યુની ઘોષણા માટે સુરતની સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે રેકોર્ડમાં એન્ટ્રી કરવાથી મિલકતો પરના ગેરકાયદેસર દાવાઓ ટાળી શકાશે. સિવિલ કોર્ટે તેમને તેમના પુત્રના ગુમ થવાના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. પિતા દેવધરાએ પોતાની રહેલા દસ્તાવેજ કોર્ટમાં રજુ કર્યા હતા. અને કોર્ટને કહ્યું કે ૨૦૦૬ના સુરત પૂરમાં પોલીસ રેકોર્ડ ધોવાઈ ગયો હતો.
૨૦૧૬ માં, સિવિલ કોર્ટે દેવધરાના દાવાને ફગાવી દીધો હતોઅને કહ્યું કે, તેમણે સમય મર્યાદામાં – (૧૦ વર્ષની અંદર) કોર્ટનો સંપર્ક કરવો જાેઈતો હતો – કારણ કે તેનો પુત્ર ગુમ થયો હતો. પુરાવા અધિનિયમની કલમ ૧૦૮ મુજબ મર્યાદાના કાયદા દ્વારા તેમનો દાવો પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. દેવધરાએ જિલ્લા કોર્ટ સમક્ષ અપીલ કરી હતી.
જ્યારે દેવધરાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, ત્યારે જસ્ટિસ એ પી ઠાકરે તેમની અપીલ મંજૂર કરી અને સરકારને આદેશ આપ્યો કે મૃત્યુ ગુમ થયાના દિવસે થયું હોવાનું જાહેર કરે. તેમાં કહેવામાં આવ્યું હતું કે પરિવાર માટે માત્ર સાત વર્ષ રાહ જાેવી જરૂરી નથી. “આવો રાહ જાેવાનો સમયગાળો દાયકાઓ સુધી હોઈ શકે છે.
એવી કોઈ ધારણા ન હોઈ શકે કે ચોક્કસ સમયગાળા પછી, પરિવારના સભ્યો આપોઆપ ધ્યાનમાં લેશે કે ગુમ થયેલ વ્યક્તિનું મૃત્યુ કોઈ ચોક્કસ તારીખે અથવા ચોક્કસ સમયગાળામાં થયું છે.hs2kp