૮૯ ઇન્ડોર સ્ટેડિયમ તમામ શહેરી વિસ્તારોમાં બનાવાશે : પટનાયક
ભુવનેશ્વર: રાજ્યમાં રમતગમત માટે સારી સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ઓડિશા સરકારે ૬૯૩.૩૫ કરોડના ખર્ચે ૮૯ બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આ સ્ટેડિયમોનું નિર્માણ આગામી ૧૮ મહિનામાં કરવામાં આવશે. ઉપરાંત, રોગચાળો અને આપત્તિઓ દરમિયાન આ સ્ટેડિયમોને જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં રૂપાંતરિત કરી શકાય છે.
આ ૮૯ બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમ રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવશે જેથી ખેલાડીઓ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવવા માટે તૈયાર થઈ શકે. તમને જણાવી દઈએ કે ઓડિશા સરકાર ભારતની પુરુષ અને મહિલા બંને હોકી ટીમની સત્તાવાર પ્રાયોજક છે. આ સાથે, રાજ્ય સરકારના પ્રયાસોને કારણે ૨૦૧૮ માં ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવીન પટનાયકે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ સાથે વીડિયો કોલ પર વાત કરી અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમને ભવિષ્ય માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું.