Western Times News

Gujarati News

૮-થરાદ વિધાનસભા વિસ્તારમાં મતદાર કાપલીનું ઘેર ઘેર વિતરણ કરાયુ

થરાદ:૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા.૨૧ ઓકટોબર-૨૦૧૯ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવશે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી ચૂંટણી પંચ દ્વારા ૮- થરાદ મતવિસ્તારમાં મતદાર કાપલીનું વિતરણ ઘેર ઘેર કરવામાં આવ્યું છે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨૬૦ મતદાન મથકો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં  કુલ-૨,૧૭,૮૦૩ મતદારો છે. જેમાં પુરૂષ-૧,૧૫,૬૮૪ અને સ્ત્રી-૧,૦૨,૧૧૯ છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ વખતે ૮- થરાદ મતવિસ્તારના મતદારોની સંખ્યા કુલ-૨,૦૯,૧૮૩ હતી. હાલ તા.૨૧/૯/૨૦૧૯ની સ્થિતિએ થરાદ વિધાનસભાના મતદારોની સંખ્યા કુલ-૨,૧૭,૮૦૩ છે. આમ ગઇ વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં કુલ-૮,૬૨૦ મતદારોનો વધારો થયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.