૮ મિનિટમાં બે કિમી ન દોડ્યા તો પગાર કપાશે, ક્રિકેટર્સ પર શ્રીલંકા બોર્ડની કડકાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Srilanka.jpeg)
કોલંબો, ક્રિકેટની રમત હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. બેટ અને બોલની રમતની સાથે સાથે હવે ખેલાડીઓની ફિટનેસ પણ ઘણી જ મહત્વની બની ગઈ છે. આ કડીમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કડક ર્નિણય લીધો છે અને હવે પ્લેયર્સને યો યો ટેસ્ટ આપવો પડશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તમામ ક્રિકેટર્સને લઈને નવા વર્ષથી ફિટનેસના નવા માપદંડો નક્કી કરી લીધા છે.
ખાસ વાત તો એ છે કે ગાઇડલાઇન્સ મુજબ, જાે ખેલાડી ફિટ નહીં જણાય તો તેમનો પગાર પણ કાપવામાં આવી શકે છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જાે કોઈ ખેલાડી ૮.૩૫ મિનિટથી ૮.૫૫ મિનિટમાં ૨ કિલોમીટર દોડે છે તો કોન્ટ્રાકટ મુજબ તેમનો જે પગાર નક્કી કર્યો છે તેમાં કપાત કરવામાં આવશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના યો યો સ્ટેટમાં ૨ કિલોમીટરની રેસને માપદંડ બનાવવામાં આવ્યું છે. તેમાં જાે કોઈ ૮.૫૫ મિનિટથી વધુનો સમય લે છે તો તેનું ટીમમાં સિલેક્શન નહીં થાય. ૮.૩૫થી ૮.૫૫ મિનિટ પર પગાર કાપવામાં આવશે, જાેકે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે.તો, જાે કોઈ ખેલાડી ૮.૧૦ મિનિટથી ઓછો સમય લે છે તો તેનું સિલેક્શન ટીમમાં થઇ શકશે.
આ ટીમમાં સિલેક્ટ થવાનો નવો માપદંડ હશે. પહેલો ફિટનેસ ટેસ્ટ ૭ જાન્યુઆરીના રોજ થશે. જેમાં કોન્ટ્રાક્ટમાં સામેલ તમામ ખેલાડીઓએ ભાગ લેવાનો રહેશે. આ ઉપરાંત મહિનામાં ગમે ત્યારે રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે લીજેન્ડ મહેલા જયવર્ધનેને ટીમમાં સલાહકાર નિયુક્ત કર્યા છે. આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે કોચની ભૂમિકા ભજવનાર મહેલા જયવર્ધને હવે પોતાના દેશની ટીમમાં ફેરફાર કરવાના કામે લાગી ગયા છે.
જાે ભારતીય ટીમની વાત કરીયે તો અહીં પણ યો-યો ટેસ્ટનું ચલણ ઘણા સમય પહેલા જ આવી ગયું છે જયારે મહેન્દ્ર સિંહ ધોનીના કપ્તાન હતા. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાની ફિટનેસ ફિલ્ડિંગ ઘણી સારી થઇ ગઈ છે. વિરાટ કોહલી ઉપરાંત રવિન્દ્ર જાડેજા, શ્રેયાંસ અય્યર સહીત અનેક પ્લેયર્સ ફિટનેસ મામલે ઘણા આગળ છે.HS