૮ વર્ષ પહેલાં વિખુટા પડેલા પતિ-પત્નીનું મિલન થયું
સાબરકાંઠા, આજે વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ છે. છેલ્લા એક સપ્તાહતી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા લોકોને પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવાની તક મળી હશે. પરંતુ વેલેન્ટાઈન ડેના દિવસે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. બિહારના ધમ્બોલી ગામથી ગુમ થયેલા પતિનું આઠ વર્ષ બાદ પોતાની પત્ની સાથે મિલન થયું છે.
બંનેનું મિલન થતાં જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. વેલેન્ટાઈન દિવસ પ્રેમી-પ્રેમિકા અને પતિ-પત્ની પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરીને ઉજવતા હોય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં અનોખી ઘટના સામે આવી છે.
અહીં વેલેન્ટાઈન-ડેના દિવસે વિખુટા પડેલા પતિ-પત્નીનું ૮ વર્ષ બાદ મિલન થયું છે. વર્ષ ૨૦૧૫ માં વેલેન્ટાઈન વીકમાં વિખુટું પડેલું દંપતી વર્ષ ૨૦૨૨માં વેલેન્ટાઇન-ડેના દિવસે ભેગું થયું છે. વાત છે બિહાર રાજ્યના વૈશાલી જિલ્લાના ધમ્બોલી ગામના દંપતીની.
વિલોક યાદવ માનસિક અસ્થિરતાના કારણે પરિવારથી વિખુટા પડ્યા હતા અને ગુજરાતના હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ હિંમતનગર રેલવે સ્ટેશને એક અસ્થિર મગજનો યુવક મળી આવ્યો હતો. જ્યાં રેલવે પોલીસે પૂછપરછ કરતા તેનું સરનામું જણાવ્યું હતું અને તેનું નામ પણ તેને વિલોક યાદવ જણાવ્યું હતું. રેલવે પોલીસે બિહાર સંપર્ક કરી પરિવારને જાણ કરતા પત્ની અંજુદેવી સહિત પરિવાર આજે હિંમતનગર પહોંચ્યો હતો જ્યાં વિલોક યાદવને જાેઈ પત્નીની આંખોમાંથી ખુશીની આંસુની ધારા વહી હતી.
માનસિક અસવસ્થાને લઇ ૨૦૧૫ના વર્ષમાં પરિવારથી વિખુટો પડેલ વિલોક યાદવની ઉંમર આશરે ૩૭ વર્ષની છે અને વિલોક યાદવને ત્રણ સંતાન પણ છે. જાેકે વર્ષ ૨૦૧૫ માં વિખુટા પડેલ પતિને શોધવામાં પરિવાર અને પત્નીએ બીન્દુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ગુમ થયાની ત્યાર બાદ યથાર્ગ પ્રયત્ન કર્યો હતો સાથે જ બિહાર પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો.
પરંતુ જાેગાનુંજાેગ આઠ વર્ષ જેટલો સમય વીત્યા બાદ આજે વેલેન્ટાઈન દિવસે પતિ અને પત્નીનું મિલન થયું છે.SSS