૮ સપ્તાહના બાળકને ૧૬ કરોડનું ઈન્જેક્શન લગાવ્યું
લંડન: બ્રિટનમાં માત્ર આઠ સપ્તાહના એક બાળકને દુનિયાનું સૌથી મોંઘુ ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. તમે વિચારી રહ્યા છો કે એ માસૂમ બાળકને એવી કઈ બીમારી થઈ હતી. જેને ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. આ બીમારીનું નામ જેનેટિક સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી એટલે કે SMA છે.
૧૬ કરોડનું એક ઈન્જેક્શન સાંભળતા જ તમને લાગશે કે દુનિયા એવી પણ કોઈ બીમારી છે જે કેન્સરથી પણ વધારે ખતરનાક છે. જેની સારવાર આટલી બધી મોંઘી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું જેનેટિક સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી કઈ પ્રકારની બીમારી છે. અને આ કેમ થાય છે?
જેનેટિક સ્પાઈનલ મસ્કુલર અટ્રોફી એટલે કે એસએમએ શરીરમાં એસએમએન-૧ની ઉણપથી થાય છે. આ બીમારીના કારણે છાતીના સ્નાયુઓ નબળા થવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલિફ પડે છે. આ બીમારી મોટા ભાગે બાળકોમાં થાય છે. તકલિફ વધવાની સાથે જ દર્દીનું મોત પણ થાય છે. બ્રિટનમાં આ બીમારી વધારે છે.
અહીં આશરે દર વર્ષે આ બીમારી ધરાવતા ૬૦ બાળકો જન્મે છે. કેમ આ બીમારીનું ઈન્જેક્શન દુનિયાનું સૌથી મોંઘું છે?બ્રિટનમાં આ રોગથી સૌથી વધારે બાળકો પીડિત છે પરંતુ અહીં આ બીમારીની દવા બનતી નથી.
આ ઈન્જેક્શનનું નામ જાેલગેનેસ્મા છે. બ્રિટનમાં આ ઈન્જેક્શન સારવાર માટે અમેરિકા, જર્મની અને જાપાનથી મંગાવવામાં આવે છે. આ બીમારીથી પીડિત દર્દીને આ ઈન્જેક્શન માત્ર એક જ વખત આપવામાં આવે છે. એટલા માટે આ ઈન્જેક્શન આટલું મોંઘું છે. જાેલગેનેસ્મા એ ત્રણ થેરાપી પૈકી એક છે જેને યુરોપમાં સારવાર માટે ઉપયોગમાં લેવાની અનુમતિ આપવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલા આ બીમારીની સારવાર સંભવ ન હતી પરંતુ ૨૦૧૭માં ખૂબ જ રિસર્ચ અને ટેસ્ટિંગ બાદ સફળતા મળી અને ઈન્જેક્શનનું ઉત્પાદન શરું કર્યું હતું.
વર્ષ ૨૦૧૭માં ૧૫ બાળકોને આ દવા આપવામાં આવી હતી. ત્યારબાદ પણ ૨૦ સપ્તાહથી વધારે દિવસ સુધી જીવીત રહ્યા હતા. જે બાળકને ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું છે તેનું નામ એડવર્ડ છે. બાળકના માતા-પિતાએ આટલી મોંઘી સારવાર માટે ક્રાઉડ ફંડિંગથી પૈસા એકઠાં કરવા અભિચાન શરું કર્યું છે. તેમને અત્યાર સુધી ૧.૧૭ કરોડ રૂપિયાની મદદ મળી ચૂકી છે.