Western Times News

Gujarati News

૯મીએ મુંબઈ આવું છું જોઉં છું કોણ મને રોકે છેઃ કંગના

મુંબઈ મરાઠીઓના બાપની છે, મહારાષ્ટ્રના દુશ્મનોનું શ્રાધ્ધ કરવું જ પડશે: શિવેસનાના નેતા સંજય રાઉત

મુંબઈ, શિવસેના નેતા સંજય રાઉત અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત વચ્ચેનું વાક્યુદ્ધ વધુ વકર્યું છે. કંગનાએ ટ્‌વીટર પર મુંબઈની તુલના પીઓકે સાથે કર્યા બાદ શિવસેના ગિન્નાયું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, મુંબઈ મરાઠી માનુષના બાપની છે અને જેમને આ વાત માન્ય નથી તે જણાવે કે તેનો બાપ કોણ છે. શિવસેના આવા મહારાષ્ટ્રના દુશ્મનોનું શ્રાદ્ધ કર્યા વિના અટકશે નહીં, આ વચન છે. જય હિંદ, જય મહારાષ્ટ્ર. એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના પર નિશાન સાધતાં કહ્યું કે, તેમને મહારાષ્ટ્ર કે મુંબઈમાં રહેવાનો કોઈ હક નથી. દેશમુખે જણાવ્યું કે, મુંબઈ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે. કેટલાંક લોકો મુંબઈ પોલીસને નિશાન બનાવવાનો પ્રયાસ કરે છે.

એક આઈપીએસ અધિકારી તેની વિરુદ્ધ કોર્ટમાં ગયા છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી કંગના રણૌતે ટ્‌વીટમાં લખ્યું હતું કે, શિવસેનાના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી અને મને પરત મુંબઈ નહીં આવવા કહ્યું હતું. પહેલાં મુંબઈની ગલીઓમાં આઝાદીવાળા પોસ્ટર અને હવે ખુલ્લી ધમકી. મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું કેમ લાગી રહ્યું છે ? કંગના દ્વારા મુંબઈની તુલના પીઓકે સાથે કરવામાં આવતાં ઘણાં બોલીવુડ અભિનેતા અને નેતાઓએ ટીકા કરી. તે બાદ કંગનાએ ટ્‌વીટ કરી લખ્યું કે, ઘણાં લોકો મને મુંબઈમાં પરત નહી આવવાનું જણાવી રહ્યાં છે, તો હુ તેમને જણાવી દઉં કે મેં ર્નિણય કર્યો છે કે આ અઠવાડિયે ૯ સપ્ટેમ્બરે હું મુંબઈ આવી રહી છું અને જ્યારે હું એરપોર્ટ પહોંચી જઈશ તો ટાઈમ પણ જણાવી દઈશ. કોઈના બાપમાં હિંમત હોય તો રોકે. જોકે કંગનાએ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરવાનો સવાલ પૂછ્યા બાદ ફિલ્મ સ્ટાર કંગનાની ટીકા કરી રહ્યા છે.સોનુ સુદ અને રિતેશ દેશમુખ જેવા કલાકારોએ કંગનાની ખુલ્લેઆમ ઝાટકણી કાઢી છે.SSS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.