Western Times News

Gujarati News

૯૦૦ બેડ ધનવંતરી હોસ્પીટલમાં વધુ એક સરકારી ફતવો

બકરૂ કાઢતા ઉંટ પેઠુઃ પહેલાં ટોકન લો પછી જ દર્દીને દાખલ કરાશે-૧૦૮નો નિયમ માંડ હટ્યો ત્યાં સરકારનું નવું તૂતઃ ખાલીખમ હોસ્પીટલ છતાં દર્દીઓને સારવાર નહીં આપવાનંુૃ અમાનવીય વલણ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સ્થિત જીએમડીસી- કન્વેન્શન હોલમાં ડીઆરડીઓ રાજ્ય સરકાર દ્વારા ઉભી કરાયેલી ૯૦૦ બેડની ધન્વંતરી હોસ્પીટલ જાણે કે શોભાના ગાંઠીયા સમાન બની રહી છે. હાઈકોર્ટની ફટકાર બાદ ૧૦૮માં જ આવનારા દર્દીને દાખલ કરવાનો નિયમ માંડ હટ્યો છે ત્યારે હવે નવુ તૂત ઉભુ કરાયુ છે. આ હોસ્પીટલમાં હવે ટોકન લેનારા દર્દીને જ દાખલ કરાશે. ટૂંકમાં કોરોનાના દર્દીની સ્થિતિ અચાનક જ બગડે અથવા ગંભીર સ્થિત હોય તો પણ આ હોસ્પીટલમાં ટોકન વિના દાખલ નહીં કરાય.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે.અ ા સંજાેગોમાં ૯૦૦ બેડની હોસ્પીટલ અમદાવાદીઓ માટે આશાનું એક કિરણ સમાન બની હતી પણ છેલ્લા ચારેક દિવસથી શરૂ થયેલી હોસ્પીટલમાં માંડ ર૦૦ જેટલા જ દર્દીઓ દાખલ કરાયા છે. આખીય હોસ્પીટલ ખાલીખમ છે. છતાંય દર્દીઓને કોઈને કોઈ નિયમ હેઠળ દાખલ કરાતા નથી.

૧૦૮ માં જ આવનાર દર્દીઓને દાખલ કરવાના જડ વલણ-નિયમનો માંડ માંડ અંત આવ્યો હતો ત્યાં હવે આ હોસ્પીટલમાં દાખલ થવા નવા નવા ફતવા બહાર પાડ્‌વામાં આવ્યા છે.રાજય સરકારે એવી જાહેરાત કરી છે કે સૌ પ્રથમ દર્દીના સગાએ પ્રવેશ ફોર્મ ભરીને ટોકન લેવુ પડશે. તે ટોકન લીધા બાદ હોસ્પીટલમાંથી ફોન-મેસેજ થી જાણ કરવામાં આવશે.

ત્યારબાદ જ દર્દીને હોસ્પીટલમા દાખલ કરવા માટે લાવવાનો રહેશે. ટોકન લેવા માટેનો સમય સવારે માત્ર ૮ વાગ્યાથી ૯ વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં દર્દી હતો નહોતો થઈ જવાની શક્યતા રહેલી છે. સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ગંભીર દર્દીઓને હોસ્પીટલમાં પહેલાં દાખલ કરાશે.

જાે અચાનક જ દર્દીની તબિયત બગડે તો આ હોસ્પીટલમાં સારવાર નહીં અપાય. ૯૦૦ બેડની હોસ્પીટલમાં દર્દીઓને જાણે સારવાર નહીં આપવાનંુ અમાનવીય વલણ દાખવવામાં આવી રહ્યુ છે. ૧૦૮નો નિયમ માંડ હટ્યો છે ત્યાં આ નવો ફતવાના કારણે દર્દીને દાખ કરવાની સમસ્યા યથાવત રહેશે.

આમ, બકરૂ કાઢતા ઉંટ પેઠુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકાર-અધિકારીઓ વાસ્તવિક્તાને કોરાણે મુકી નિયમનેે આડ રાખીને પ્રજાને મદદ કરવાને બદલે વધુ મુશ્કેલીમાં મુકી રહ્યા છે. ઉલ્લેખનીય છેે કે સરકારના જડ નિયમો-વલણને કારણે હોસ્પીટલના ઝાંપે જ કોરોનાના દર્દીઓના જીવનદીપ બુઝાઈ રહ્યા છે છતાંય નિષ્ઠુર તંત્ર -જડ સરકારને દેખાતું જ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.