૯૦ રૂપિયાની ઓનલાઇન શોપિંગને કારણે પતિએ લીધો પત્નીનો જીવ

પ્રતિકાત્મક
વલસાડમાં સાત વર્ષના પ્રેમ લગ્નનો કરૂણ અંત
વાપીના લવાછા વિસ્તારમાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો
વલસાડ,વાપીના લવાછા વિસ્તારમાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચવાનું કારણ પણ ચોકાવનારું છે. ઓનલાઇન શોપિંગ કરવાના મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તેમાં જ આવેશમાં આવી અને પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા લવાછા વિસ્તારની એક ચાલીમાં તુલસી બિંદ તેના બે બાળકો અને પત્ની સાથે રહેતો હતો. એક કંપનીમાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તુલસીએ ઓનલાઇન કઙ્મૈpાટ્ઠિં શોપિંગ એપ પર માત્ર ૯૦ રૂપિયાની બાળકો માટેની બે ઘડિયાળ જોઈ આથી તેણે ૯૦ માં બાળકો માટે ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરનું પાર્સલ ઘરે આવ્યા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
પત્નીએ આ મામલે પતિ સાથે ૩ દિવસ સુધી ઝગડો કર્યો હતો. જોકે આ મામલો ત્યાં ના અટકતા આવેશમાં આવી પતિએ પત્નીનું ગળું દબાવી અને હત્યા નીપજાવી હતી. ત્યારબાદ પતિ જાતે જ બંને બાળકોને લઈ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાના ગુનાની કબુલાત કરી હતી. આથી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું કે, તુલસી બિંદ અને તેની પત્ની નીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
બંનેએ પરિવારોની સંમતિ વિના ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુરત મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં છૂટક કામ કરીને ગુજરાત ચલાવતા હતા. આખરે વાપીના લવાછામાં છેલ્લા કેટલાક સમયથી તે આવ્યા હતા. તુલસી એક કંપનીમાં કામ કરતો હતો. જોકે માથાભારે પત્ની અવાર નવાર નજીવી બાબતે પણ પતિ સાથે ઝગડો કરતી હતી. આથી પ્રેમ લગ્ન કર્યા બાદ પણ બંને વચ્ચે બબાલ થતી હતી.
એવામાં Flipkart નામની શોપિંગ એપ પર ઓનલાઇન ખરીદી કરવા મામલે બંને વચ્ચે થયેલી બબાલ નો કરુણ અંજામ આવ્યો. બંને વચ્ચે થયેલી બબાલ હત્યા સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી કે, પત્નીની હત્યા બાદ આરોપી પતિએ મૃતદેહને ઘરમાં જ રાખી અને બારણું બંધ કરી બંને બાળકોને બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ બંને બાળકોને ખવડાવી જાતે જ બાળકોને સાથે લઈને જ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. હાજર થઈ પોલીસ સમક્ષ ગુનો કબુલ કર્યો હતો આરોપી અને મૃતક પત્ની નીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. સાત વર્ષના જીવનમાં બે બાળકો થયા હતા.ss1