૯ સિલ્કની પૈઠાણી સાડીઓની ચોરીને મહિલાઓએ અંજામ આપ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/silksaree-1024x576.jpg)
મહિલાઓએ દુકાનદારને ચુનો લગાવ્યો, વીડિયો કેમેરામાં કેદ -વસઈના સ્ટેલા સંકુલમાં આવેલી સદગુરુની હેન્ડલૂમ સાડીની દુકાનમાં બે મહિલાઓ તેમની પુત્રીના લગ્ન માટે સાડીઓ ખરીદવા આવી હતી
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર ઘણી વાર ચોરીના એવા એવા વીડિયો વાયરલ થાય છે જેને જાેઇને લોકો ચોંકી ઉઠે છે. હાલમાં પણ એવો જ એક વીડિયો વાયરલ થઇ ગયો છે જેને જાેઇને તમે પણ વિચારમાં પડી જશો. હાલમાં વાયરલ થઇ રહેલો આ વીડિયો મુંબઇના વસઇ શહેરનો છે.
૨૭મીએ શુક્રવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ સઈના સ્ટેલા સંકુલમાં આવેલી સદગુરુની હેન્ડલૂમ સાડીની દુકાનમાં બે મહિલાઓ તેમની પુત્રીના લગ્ન માટે સાડીઓ ખરીદવા આવી હતી.
Two women who stole 90,000 sarees have been arrested on CCTV. @saamTVnews @zee24taasnews @ANI pic.twitter.com/YaQFQDqyqk
— 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) May 28, 2022
સાડી પસંદ કરતી વખતે, ખૂબ જ ચતુરાઈથી, જ્યાં એક મહિલા સાડી જાેવાના બહાને સાડીની દિવાલ બનાવે છે અને દુકાનદારનું ધ્યાન ન હોય ત્યારે અન્ય મહિલા આ સાડીઓની ચોરી કરે છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે, અન્ય મહિલા પોતાની સાડીની અંદર નવી સાડીને છુપાવી દે છે.
બંને ઠગ મહિલાઓએ દુકાનદારને બે-ત્રણ વખત ઉલ્લુ બનાવીને ૯ સિલ્કની પૈઠાણી સાડીઓની ચોરીને અંજામ આપ્યો હતો અને સાડી ખરીદ્યા વગર જ દુકાનમાંથી ચાલીને જતી રહી હતી. બંને શાતિર મહિલાઓ દુકાન પર હાજર દુકાનના માલિક ચેતન ભટ્ટને ચકમો આપવામાં ભલે સફળ થઇ હોય,
પરંતુ દુકાનની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાને ચકમો આપી ન શકી. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાએ બે મહિલાઓની દરેક હિલચાલને બારીકાઈથી કેમેરામાં કેદ કરી લીધી છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ચોરોની નજરની મદદથી ચેતન ભટ્ટે વસઈ માણેકપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.