₹600 કરોડના ખર્ચે નવનિર્મિત બનાસ ડેરી અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ
બનાસકાંઠાની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
🔸બનાસકાંઠા: દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલનું પ્રધાનમંત્રી @narendramodi એ નિરીક્ષણ કર્યું pic.twitter.com/jwYa2KfUFq
— DD News Gujarati (@DDNewsGujarati) April 19, 2022
પાલનપુર,બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાયુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
બનાસકાંઠાના દિયોદર ખાતે ₹600 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બનાસ ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીના શુભહસ્તે કરવામાં આવ્યું.