Western Times News

Gujarati News

1લી જાન્યુઆરીથી UPI ટ્રાન્ઝેક્શન મોંઘુ થઈ જશે

નવી દિલ્હી, આગામી 1લી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (Unified Payment Interface-UPI) દ્વારા કોઈ પણ પેમેન્ટ મોંઘું થશે. તે માટે યૂઝર્સ પાસેથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. જો કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતો હશે તો આ ચાર્જ ચુકવવો પડશે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)એ 1લી જાન્યુઆરીથી UPI પેમેન્ટ સર્વિસ પર વધારાનો ચાર્ડ લગાવવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં NPCIએ નવા વર્ષથી થર્ડ પાર્ટી એપ પર 30% કેપ લગાવી દીધી છે. NPCIએ આ નિર્ણય ભવિષ્યમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપની મોનોપોલી રોકવા અને તેને સાઈસ પ્રમાણે મળતા ખાસ ફાયદાને રોકવા માટે કર્યો છે.

લોકોએ ફોનપે, ગુગુલપે, એમોઝોન પે જેવી થર્ડ પાર્ટી એપ્સ પરથી પેમેન્ટ કરવા પર એક્સટ્રા ચાર્જ આપવો પડશે. જ્યારે પેટીએમ જેવી એપ પર NPCIએ કૈપનો વધારાનો ચાર્જ લગાવ્યો નથી.

સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દર મહીને લગભગ 200 કરોડ UPI લેણદેણ જુદી-જુદી પેમેન્ટ એપ્સ પરથી થઈ રહ્યાં છે. સરકારનું કહેવું છે કે, આવનારા દિવસોમાં દેશમાં UPI લેણદેણનો આંકડો વધશે. જે ડિઝિટલ ભારતના લક્ષ્ય માટે સારા સંકેત છે પરંતુ એવામાં UPI લેણદેણના મામલે કોઈ એક થર્ડ પાર્ટી એપના એકાધિકારની પણ શક્યતા છે જો કે આ દિશામાં યોગ્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.