1 ફેબ્રુઆરી, 2020ના રોજ બજેટ રજૂ થવાની શક્યતા
નવી દિલ્હી : મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થશે. આ બજેટ સેશનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ બજેટથી સૌથી વધુ આશાઓ છે. પરંતુ સરકારની સામે મોટો પડકાર દેશના આર્થિક ગ્રોથને પાટા પર લાવવાનો છે.
જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આર્થિક ગતિવિધિમાં તેજી લાવવા માટે સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇનકમ ટેક્સને લઈને તેઓએ કહ્યું હતું કે તેમાં પણ સુધારની શક્યતા છે અને ટેક્સ રેટ ઘટાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદથી તેની માંગ વધુ ઉગ્ર બની છે. આપને જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણનું આ બીજું બજેટ હશે.
1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થશે સામાન્ય બજેટ – સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીનું કહેવું છે કે સામાન્ય બજેટ આવતા વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે.
ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે – નાણા મંત્રીએ હિન્દુસ્તાન ટાઇમસ લીડરશીપ સમિટમાં કહ્યું હતું કે સરકાર અનેક સારી બાબતો પર વિચાર કરી રહી છે. ઇનકમ ટેક્સમાં ઘટાડો કરવો પણ તે પૈકી એક હોઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલી જલદી સામાન્ય લોકોને ઇનકમ ટેક્સમાં ઘટાડાની ગિફ્ટ મળી શકે છે તો તેઓએ પોતાના જવાબમાં કહ્યું કે બજેટ સુધી રાહ જુઓ. આપની જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2021 માટે ફેબ્રુઆરી 2020માં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે.