Western Times News

Gujarati News

1 મે થી આ કારણસર ફાસ્ટટેગનો ઉપયોગ થઈ શકશે નહીં ?

(એજન્સી)નવી દિલ્હી,
દેશમાં નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર ૧ મે, ૨૦૨૫થી ફાસ્ટટેગના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. આગામી ૧૫ દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદોમાંથી મુક્તિ મળશે. ટોલ ટેક્સમાં પારદર્શિતા વધશે.

સરકાર જે નવી ટોલ સિસ્ટમની વાત કરી રહી છે, તેનું નામ છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ. આ એક જીપીએસ આધારિત પ્રણાલી છે. જેમાં વાહનનું લોકેશન સેટેલાઈટની મદદથી ટ્રેક કરવામાં આવશે. અને તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો બેન્ક એકાઉન્ટમાંથી કપાશે. એટલે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં.

ફાસ્ટટેગ પ્રણાલીમાં કેશના સ્થાને ડિજિટલ પેમેન્ટ હોય છે. પરંતુ તેમાં Âવ્હકલને ટોલ બૂથ પર અટકાવવુ પડે છે. ઘણીવખત લાંબી કતારોમાં રાહ પણ જોવી પડે છે. જ્યારે જીએનએસએસ પ્રણાલી વર્ચ્યુઅલ ટોલ બૂથ મારફત કામ કરે છે. જેમાં ટોલની ગણના વાહનના ટ્રેકિંગના આધારે થાય છે. અને બેન્ક ખાતામાંથી સીધી ચૂકવણી થાય છે. આ પ્રણાલી અગાઉ ૧ એપ્રિલે લાગુ થવાની હતી. પરંતુ અમુક ટેÂક્નકલ અને પ્રશાસનિક કારણોસર તેનો અમલ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે ૧ મે, ૨૦૨૫થી સંપૂર્ણ દેશમાં આ સિસ્ટમ લાગુ કરાશે. ફાસ્ટેગનો ઉપયોગ કરતાં લોકો ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી જ તેનો ઉપયોગ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.