Western Times News

Gujarati News

1 વર્ષ પહેલા પણ TRP ગેમઝોનમાં આગ લાગી હતી: SITના રિપોર્ટમાં ખુલાસો

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં બનેલા ગેમઝોન અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓ સામે આવી છે. ગેમે ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે એક માત્ર ૪ ફૂટની લોખંડની સીડી રાખવામાં આવી હતી.

જે દરવાજો બંધ થઈ જતાં સીડી પરથી નિકળવું અશક્ય હોવાથી વધુ લોકોના મોત નિપજ્યાં છે.પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલીનની ગેમ્સ રમાડવામાં આવતી હતી. આ એક માત્ર સીડીનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઉપરાંત નીચેના માળે વેલ્ડીંગની કામગીરી ચાલી રહી છે અને બાજુમાં ફોમ શિટનો થપ્પો લગાવામાં આવ્યો હતો.

ટીઆરપી ગેમ ઝોનમાં સપ્ટેમ્બર ૨૦૨૩માં પણ લાગી હતી. ત્યારે મવડી ફાયર સ્ટેશનના કર્મચારીઓએ આગ બૂઝાવવા માટે ઘટના સ્થળે આવ્યા હતા. આરએમસીના ફાયર વિભાગ અને ટીપી શાખાની ઘોર બેદરકારી સામે આવી છે.જો ૨૦૨૩માં રાજકોટ મનપાએ પગલા લીધા હોત તો આ દુર્ધટના બની ન હોત. આરએમસીના ટીપી શાખાએ ૦૮/૦૬/૨૦૨૩ના રોજ બાંધકામ તોડી પાડવાની નોટીસ આપી હતી.

છતાં ગેમઝોનના માલિકે બાંધકામ તોડ્યું ન હતુ. આરએમસીના ટીપી શાખાએ પણ બાંધકામ તોડવાની કોઈ કાર્યવાહી કરી નહીં. જેમાં ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરની સીધી બેદરકારી કરી છે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની ઘોર બેદરકારી સામે આવી છે. આ ઉપરાંત ટીપી શાખાના ટીપીઓ એમ.ડી. સાગઠિયાની સીધી બેદરકારી સામે આવી છે.

મહાનગરપાલિકાના અધિકારીને બાંધકામ ગેરકાયદેસર હોવાની જાણ છતાં કેમ અજાણ રહ્યા? શું મનપાના અધિકારીઓને ગજવા ગેમઝોનના માલિક ગરમ કરી રહ્યા હતા? શું રાજકોટ મપના અધિકારીઓના ઘરે હપ્તા પહોંચી જતા હતા?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.