Western Times News

Gujarati News

1 સપ્ટેમ્બરથી હવાઈ મુસાફરી મોંઘી બનશે

નવી દિલ્હી, સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક અને અંતરરાષ્ટ્રીય ઉડાણ બંનેમા એવિએએશન સિક્યોરિટી ફીમાં વધારો થશે. જેનાથી એક સપ્ટેમ્બરથી વિમાન ભાડુ મોંઘુ થશે. અધિકારીઓ મુજબ ડોમેસ્ટિક ઉડાણમાં એવિએશન સિક્યોરિટી ફી વધીને હવે 160 રૂપિયા થઈ જશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વધીને 5.2 ડૉલર થઈ જશે.

એરલાઈન્સ ગ્રાહકો તરફથી ટિકિટ બુકિંગ દરમિયાન એવિએશન સિક્યોરિટી ફી વસૂલે છે અને તેને સરકારને સોંપે છે. એવિએશન સિક્યોરિટી ફીનો ઉપયોગ દેશભરમાં એરપોર્ટની સુરક્ષા માટે થાય છે. એવિએશન મિનિસ્ટ્રીએ ગત વર્ષે પણ ફીમાં વધારો કર્યો હતો. 7 જુન 2019નાં દિવસે મંત્રાલયે કહ્યું હતું કે સ્થાનિક પેસેન્જરો પાસેથી એવિયેશન સિક્યોરીટી ફિસ રૂપે 130 નાં બદલે 150 રૂપિયા વસુલવમાં આવશે, આ જ પ્રકારે આંતરરાષ્ટ્રિય પેસેન્જરોએ 1 જુલાઇ 2019 થી એવિયેશન સિક્યોરિટી ફી રૂપે 3.25નાં બદલે 4.85 ડોલર ચુકવવા પડશે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે એર ટ્રાવેલ પણ સીમિત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે એરલાઈન્સની કમાણી પર ખૂબ જ અસર પડી છે. કોરોના વાયરસના સંક્રમણની સૌથી વધુ અસર ટ્રાવેલ, ટૂરિઝમ અને એવિએશન સેક્ટર પર પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.