15 ગુનાઓમાં કબ્જે કરાયેલા નાર્કોટીકસનો 1.10 કરોડના મુદ્દામાલનો નાશ કરાયો
વલસાડની દહેજની કંપની ખાતે NDPSના ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિકસ મુદ્દામાલના જથ્થાનો નાશ કરાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે NDPS ના ૧૫ ગુનાઓમાં કબ્જે કરાયેલા નાર્કોટીકસનો મુદ્દામાલ કુલ વજન ૨૫૦૩.૯૫૭ કિલો ગ્રામ કોડેઈન સિરપની બોટલો નંગ ૧૧૯ મળીને કુલ ૧.૧૦ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે ૧૦ જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.જેના અનુસધાને વલસાડ જીલ્લા એસપી ડૉ.કરનરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસ.ઓ.જી. પીઆઈ એ.યુ.રોઝના સંકલન દ્વારા વલસાડ જીલ્લાના પોલીસ સ્ટેશનમાં
એન.ડી.પી.એસ. એક્ટ મુજબ દાખલ થયેલા કુલ ૧૫ ગુન્હાઓમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ નાર્કોટીક્સના મુદ્દામાલની નાશ-નિકાલની કાર્યવાહી ગત ૧૫ મી જાન્યુઆરીના રોજ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની દહેજ ય્ૈંડ્ઢઝ્રમાં આવેલ બેઈલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી.
વલસાડ રૂરલ ગુના ૨ ડ્રગ્સનો જથ્થો ૨૭૪.૦૩ કિલો ગ્રામ તથા ૧૦૫ કોડેઈન સીરપ બોટલ જેની કિંમત ૨૫,૬૦,૬૩૭,.૧૫,પારડી પોલીસ મથકના ગુના ૨ ડ્રગ્સનો જથ્થો ૩.૧૩૧ કિલો ગ્રામ જેની કિંમત ૫૭,૦૧૦,નાનાપોંઢા ગુના ૧ ડ્રગ્સનો જથ્થો ૨૦૯૭.૯૫ કિલો ગ્રામ જેની કિંમત ૬૪,૪૬,૭૯૦, રમપુર ગુના ૪ ડ્રગ્સનો જથ્થો ૨૨,૧૬૪ કિલો ગ્રામ જેની કિંમત ૩,૫૨,૧૯૦,વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુના ૨ ડ્રગ્સનો જથ્થો ૯૫,૬૮૦ કિલો ગ્રામ
તથા ૧૪ કોડેઈન સીરપની બોટલ જેની કિંમત ૯,૬૯,૧૧૦, વાપી ય્ૈંડ્ઢઝ્ર ગુના ૧ ડ્રગ્સનો જથ્થો ૩૨.૮૭ ગ્રામ જેની કિંમત ૫,૩૩,૭૦૦ અને ભીલાડ ગુનો ૩ ડ્રગ્સનો જથ્થો ૧૦.૯૭ કિલો ગ્રામ જેની કિંમત ૮૬,૦૧૪ કુલ રૂપિયા ૧,૧૦,૪૫,૪૫૧.૧૫ નો નાશ કરવામાં આવ્યો હતો.