ભારતમાં પ્રતિ વર્ષ તમાકુના સેવનથી ૧૩ લાખ લોકોના મોત
નવી દિલ્હી, વિશ્વભરમાં તમાકુના સેવનથી મોતની સંખ્યા નિરંતર વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે મંગળવારે કહ્યું કે ભારતમાં પ્રતિ વર્ષ તમાકુના સેવનથી ૧૩ લાખ લોકોના મોત થાય છે.
લેડી હા‹ડગ મેડિકલમાં એક હાઇબ્રિડ કાર્યક્રમમાં તમાકુ મુક્ત યુવા અભિયાનની દ્વિતીય આવૃત્તિનો વર્ચુઅલી શુભારંભ કરતા, કેન્દ્રીય રાજ્યમંત્રી જાધવે કહ્યું કે, ભારતમાં પ્રતિ વર્ષ લગભગ ૧૩ લાખ લોકો તમાકુના કારણે પોતાના જીવને ગુમાવે છે. તેમણે કહ્યું કે, યુવાનોની વચ્ચે તમાકુ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે,
પરંતુ તેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ના ઉદ્દેશ્ય યુવાઓના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને તમાકુના હાનિકારક પ્રભાવોથી બચાવવાનું છે. આ અંતર્ગત રાજ્યમંત્રીએ ભારતભરના આરોગ્ય સંસ્થાઓમાં તમાકુ મુક્તિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રતાપરાવ જાધવે યુવાનોને તમાકુના સેવનને બદલે પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કર્યા, કારણ કે યુવાનો જ દેશના વિકાસ સાથે જોડાયેલા છે. સારુ સ્વાસ્થ્ય આંતરિક રીતે પણ વ્યક્તિના જીવનમાં આનંદ પ્રસરાવે છે.SS1MS