Western Times News

Gujarati News

1.30 લાખની કિંમતનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી માલીકને દંડ કરાયો

નડિયાદમાં ગંજ બજારની દુકાનમાંથી ૧૩૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)  નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેરોકટોક વેપલો ચાલી રહ્યો છે. નડિયાદ પાલિકાએ આ દિશામાં કડક કાર્યવાહી હાથ ધરી બજારમાં અલગ અલગ દુકાનોમાં છાપો મારી આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડાત્મક પગલા લઈ રહી છે. 1.30 lakh worth of plastic was confiscated and the owner was fined

આજે ગંજ બજારની દુકાનમાંથી ૧૩૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પાલિકાની ટીમે જપ્ત કર્યો છે. અને વેપારીઓને ?૧૦,૦૦૦ નું દંડ ફડકાર્યો છે મળતી માહિતી મુજબ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અભિયાન હેઠળ તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ની કામગી૨ી મુજબ આજ રોજ નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગના ઈ.ચા.ચીફ સેનેટરી ઈન્સ્પેકટર મયંકભાઈ દેસાઈ તથા સેનેટરી વિભાગના સ્ટાફે ગંજબજારમાં આવેલી દુકાન નંબર ૫૬મા ઓચિંતો છાપો માર્યો હતો.

દરમિયાન અહીયા સર્ચ કરતાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરવામાં આવતાં અંદાજીત ૧૩૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા ૧ લાખ ૩૦ હજાર થાય છે. આ મામલે પાલિકાની ટીમે દુકાનના માલિક શ્યામભાઈ અલવાણી સામે શિક્ષાત્મક પગલાં લીધા છે.

જેમાં પાલિકાએ આ દુકાનદારને રૂપિયા ૧૦ હજારનો દંડ વસૂલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ પાલિકાની સેનેટરી વિભાગની ટીમે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રીજી કોમ્પલેક્ષની અસ્લમભાઈ યાકુબભાઈ ગુગરમાનની દુકાનમાથી પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારે આજે વધુ બીજી વખત કામગીરી કરી છે અને આવા વેપલાઓને અંકુશમાં લાવવા કવાયત હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.