Western Times News

Gujarati News

ખેડા જીલ્લામાં ૧૫ લાખ લોકોને અનાજ યોજનાથી લાભ પ્રાપ્ત થયો

કેન્દ્રીય બજેટ વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છેઃ દેવુસિંહ ચૌહાણ

(પ્રતિનિધિ) નડિયાદ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી ર્નિમલા સીતારમણે ગૃહમાં વર્ષ ૨૦૨૩,૨૪નું બજેટ રજુ કર્યું કે અમુનકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર બાપનાર છે

એમ આજે નડિયાદ સ્થિત ખેડા જીલના ભાજપ કાર્યાલય, કમલમમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છે.રાષ્ટ્રની સર્વાંગી વિશ્વસ કેવી રીતે થાય, રાષ્ટ્રની તમામ વર્ગોની પ્રજાનું સંશક્તિકરણ કરવાના ઉદ્દેશ સાથેનું આ વાર્ષિક બજેટ છે.

જેમાં ભારતને બાર્ત્મનિભર બનાવવાનો સંકલ્પ પણ સમાવિષ્ટ છે. ધ્યેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી આર્થિક નીતિઓનું પ્રતિબિંબ પણ બજેટમાં દેખાય છે, વૈશ્વિક મહામારી કૌવીર સામે સુરક્ષાચક પૂરું પાડે તેવી કોવીડ વેન્ક્‌સન દેશના ૧૦૨ કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવી છે.

ખેડા જીલ્લામાં કુલ ૪૨.૭૧ લાખ લોકોને આ રસી આપવામાં આવી છે. ઉપરાંત દેશની ૮૧ કરોડ જનતાને વિનામૂલ્યે અનાજની યોજના પણ અમલમાં છે. ખેડા જીલ્લામાં કુલ ૨,૭૩,૧૨૮ કાર્ડધારકો એટલે કે ૧૫ લાખ જેટલા લોકોને આ યોજનાથી લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે.

ખેડા જીલ્લામાં યોજના હેઠળ જિલ્લા પાંચ વર્ષમાં ૧૩૩૨૬ મકાનોનો મંજૂરી મળેલી છે, જે પૈકી ૧૧૮૩૩ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે, ૧૪૯૦ મકાનોના શ્રમ પ્રગતિ હેઠળ છે. તેના માટે ૧૧.૯૯ કરોડનો ખર્ચ થયેલ છે. જીલ્લામાં ૩૫૧.૫૦ કરોડ ના ખર્ચે ૧૨૯.૮૪ કી.મી.ના રસ્તાની કામગીરી થઇ છે.

ખેડા જીલ્લામાં ૩,૭,૧૪ર ખેડૂત કુટુંબોને ક્રિમનું સમ્માન યોજના હેઠળ આવરી લેવાયા જેમને અત્યાર સુધી ૪ કરોડની રકમ ચૂકવાઈ છે. મુખ્ય સમૃદ્ધિ યોજના હેઠળ ખેડા જીલ્લામાં કુલ ૩૨,૪૫૭ ખાતા ખોલવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.