Western Times News

Gujarati News

11 વર્ષ પહેલાં થયેલી મારામારીના કેસમાં કોર્ટે 7 આરોપીઓેને દોઢ વર્ષની સજા ફટકારી

ગોધરાના જહુરપુરા પોસ્ટ ઓફિસ પાસે ૨૦૧૩માં મારામારી કેસમાં ૭ આરોપીઓને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા કોર્ટે ઝઘડામાં નોંધાયેલ ગુન્હામાં આરોપીઓને એક વર્ષની સજા કરતો ચુકાદો આપ્યો છે. વિસ્તૃત જાણકારી મળવા મુજબ ગોધરા જહુરપુરા પોસ્ટ ઓફિસ બાજુમાં ઈશાક મુસા બોકડાના આરોપી ભાઈએ તેમના રહેણાંક મકાનના ઝગડો ચાલતો હોય અને ઈલેકટ્રીક બીલના નાણાં ભરવા ઝગડાની અદાવતમાં ફરિયાદીને ઘર આગળ બોલાવીને કમરના ભાગે પાવડો મારી ઇજાઓ કરી હતી.

જયારે અન્ય ૭ આરોપી દ્વારા પણ મદદગારી કરવામાં આવી હોય જે બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે સને-૨૦૧૩માં ફરિયાદ નોંધાયેલ હતી.જે ફરિયાદ નો કેસની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થતાં કોર્ટ દ્વારા તે ફરિયાદનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.ગોધરા કોર્ટે આપેલ ચુકાદા મુજબ આરોપીઓ ઈકબાલ મુસા બોકડા, મુન્ના ઉર્ફે મોહમંદ યુસુફ મહેમદ કાલુ, અનશ મહમદ કાલુ, મોહમંદ સાદીક એહમદ કાલુ, ઉમર ફારૂક એહમદ કાલુ, ઈમરાન એહમદ કાલુ,

સરફરાજ એહમદ કાલુ ઓને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ- ૨૪૮(૨) અન્વયે ભારતીય દંડ સંહિતા કલમ-૩૨૩ મુજબ ગુનામાં દોષીત ઠેરાવી ૬ માસની સજા તથા પ્રત્યેક આરોપીને ૧૦૦૦/-રૂપીયા લેખે દંડનો હુકમ કરવામાં આવ્યો જોન દંડ ન ભરે તો બે માસની વધુ સજાનો હુકમ કરવામાં આવ્યો.

આરોપીઓને કલમ-૨૪૮(૨) અન્વે ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૫ મુજબ ૧ વર્ષની સાદી કેદની સજા અને પ્રત્યેક વ્યકિત દીઠ ૧૦૦૦/-રૂપીયાનો દંડ કરવામાં આવ્યો.કોર્ટે પોતાના ચુકાદામાં આરોપી ઈકબાલ મુસા બોકડા, મોહમંદ સાદીક એહમણ કાલુ, ઉમર ફારૂક એહમદ કાલુ. સરફરાજ કાલુએ બંને ગુન્હાની સજા સાથે ભોગવવાની રહેશે તેવો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.