૧.૭૦ કરોડ આપ્યા પછી મને યૂથ કોંગ્રેસ પ્રમુખ પદ મળ્યું હતું
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સમેટાઈ રહી છે. કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી રહી છે. યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે.
રાજીનામુ આપતા તેમણે કોંગ્રેસ પર મોટો આક્ષેપ મૂક્યો કે, ૧.૭૦ કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. સાથે જ તેમણે પરિવારવાદ અંગે લઈને વિશ્વનાથ વાઘેલાએ આરોપ આપ્યો છે.
કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકો સમાન છે. સાથે જ વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જાેડાવાની અટકળો પણ તેજ બની છે.
રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપ મૂક્યા છે. વિશ્વનાથ વાઘેલાએ આરોપ કર્યાં કે, કોંગ્રેસ પરિવારની ભક્તિ કરવા માટે છે. હાલની કોંગ્રેસ દેશની સેવા માટે નથી. ૧.૭૦ કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. છતાં હું સિનિયર નેતાના આંતરિક જૂથવાદનો ભોગ બન્યો છું. યુવાનો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.
કોંગ્રેસ ફરી એકવાર તૂટી છે. ૮ મહિનામાં જ વિશ્વનાથ વાઘેલાએ પક્ષને પ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું છે. ગત ડિસેમ્બરમાં તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. પ્રાથમિક સૂત્રોનુ કહેવુ છે કે, કોંગ્રેસના કેટલાક સિનીયર નેતાઓ ભાજપમાં જાેડાવાના છે, તે કડીમાં આ પહેલુ રાજીનામુ હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસના યુવા નેતા હાર્દીક પટેલના નજીકના વ્યક્તિ છે અને છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમય દ્ગજીેંૈં મા અલગ અલગ પ્રદેશ-રાષ્ટ્રીય હોદાઓ સાથે જાેડાયેલા છે.
બીજી તરફ, વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના નેતાઓ સક્રિય થયા છે. આ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાતમા આવવાનુ શિડ્યુલ ગોઠવાઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવીને ચૂંટણી માટે પ્રચાર કરશે.
આગામી ૩ મહિના સુધી બન્ને નેતાઓના મહત્વના કાર્યક્રમ ગોઠવાયા છે. કોંગ્રેસના ૨ અને સિનિયર નેતાઓ પણ ગુજરાતમાં ધામા કહેશે. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચારમાં જાેડાશે. રાહુલ ગાંધીના ૫ સપ્ટેમ્બર બાદ પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે.
૫ સપ્ટેમ્બરે અમદાવાદમાં રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરશે. મારુ બુથ, મારુ ગૌરવના નારા સાથે પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળશે. જેમાં ૫૨ હજાર બુથને સાચવવા કોંગ્રેસનું બુથસ્તરે સંમેલનનું આયોજન કરાયું છે. વિધાનસભાના ઉમેદવારની પ્રથમ યાદી અંગે રાહુલ ગાંધી ચર્ચા કરશે.