ફલેટ વેચવાના બહાને પ્રૌઢ સાથે 1.80 કરોડની ઠગાઈ
સુરત, સીટી લાઈટ રોડ પાસે રહેતા સંજયકુમાર મહાવીર પ્રસાદ મુરારકા નામના પ્રૌઢે રૂ.૧.૮૦ કરોડની ઠગાઈ કરી ધમકી આપનાર વસુમાં રહેતા નંદકિશોર અગ્રવાલ અને તેની પત્ની મેના નંદકિશોર અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી સંજયકુમાર મુરારકાને વેસુમાં રહેતા નંદકિશોર અગ્રવાલ અને તેની પત્ની મેનાએ તા.૭ એપ્રિલ, ર૦ર૧માં ફોન કરી ઘેર બોલાવ્યા હતા અને તેના ફલેટ પર બેંક લોન ચાલતી હોય જો તમે ફલેટ ખરીદો તો જ પૈસા આપશો તે પૈસા બેંકમાં ભરી બેંક એનઓસી લઈ તમારા નામે ફલેટના દસ્તાવેજ કરી આપશું તેવી વાત કરી સંજયકુમારને વિશ્વાસમાં લીધા હતા.
અને સંજયકુમારને ફલેટ ગમતા રૂ.૧.૮૦ કરોડમાં સોદો કર્યો હતો અને તે જ દિવસે રૂ.૧૧ લાખની રોકડ ટોકન પેટે આપી હતી. બાદમાં રૂ.૧.૬૯ કરોડની રકમ મળી કુલ રૂ.૧.૮૦ કરોડની રકમ ચૂકવી દીધી હતી.