ભારતીય સ્ટાર્ટઅપ્સના ૧ બિલિયન ડોલર્સ SVB બેન્કમાં ફસાયા

નવી દિલ્હી, અમેરિકામાં સિલિકોન વેલી બેંકના બંધ થવાથી ઘણા બધા સ્ટાર્ટઅપ્સ કે જેની થાપણો બેંકમાં હતા તે મુશ્કેલીમાં આવી છે. એવામાં ભારતના પણ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે કે જેમણે પોતાની થાપણો સિલિકોન વેલી બેન્કમાં રાખી હતી. તેમના પણ પર હવે જાેખમના વાદળ ધેરાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ પાસે સિલિકોન વેલી બેંકમાં લગભગ ૧ બિલિયનડૉલરની થાપણો હતી.
ડેપ્યુટી આઈટી મંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક બેંકો આગળ જતાં તેમને વધુ ધિરાણ આપે. કેલિફોર્નિયાના બેન્કિંગ રેગ્યુલેટર્સે ૧૦ માર્ચના રોજ સિલિકોન વેલી બેન્કને લાંબા ધિરાણકર્તા પછી બંધ કરી દીધી હતી, જેની પાસે ૨૦૨૨ ના અંતે ડૉલર૨૦૯ બિલિયનની સંપત્તિ હતી. થાપણદારોએ એક જ દિવસે ૪૨ બિલિયનડૉલર જેટલો ઉપાડ કર્યો જેના લીધે તેની નાદારીની પરિસ્થીતી સર્જાઈ હતી. થાપણદારોને તેમના તમામ ભંડોળની ઍક્સેસ મળે તે સુનિશ્ચિત કરવા યુએસ સરકારે આખરે પગલું ભર્યું છે.
શ્રી ચંદ્રશેખર આ અઠવાડિયે ૪૬૦થી વધુ હિસ્સેદારોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી, જેમાં એસવીબીના બંધ થવાથી પ્રભાવિત સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે અને આ મામલે તેમણે તેમના અભિપ્રાયો નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ રજૂ કર્યા છે. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ભારતીય બેંકો એસવીબીમાં ભંડોળ ધરાવતા સ્ટાર્ટઅપ્સને કોલેટરલ તરીકે ઉપયોગ કરીને ડિપોઝિટ-બેક્ડ ક્રેડિટ લાઇન ઓફર કરી શકે છે. તેમણે નાણા પ્રધાનને મોકલેલા સૂચનોમાંના આ એક મુદ્દાને પણ ટાંક્યો હતો.
ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ બજારોમાંનું એક છે. જેમાં તાજેતરના વર્ષોમાં ઘણા બધા મલ્ટી-બિલિયન-ડોલર વેલ્યુએશન અને વિદેશી રોકાણકારોનું સમર્થન મેળવ્યું છે. જેમણે ડિજિટલ અને અન્ય ટેક વ્યવસાયો પર ખૂબ સારી છાપ ઉભી કરી છે. SS2.PG