રીક્ષાચાલકને આંતરી 1 કરોડની લૂંટ: કોઈ જાણભેદૂ કે લૂંટારી ગેંગ?
અમદાવાદથી રીક્ષા ચાલક મિત્રના રૂપિયા લેવા માટે નડિયાદ આવ્યો હતો અને બેંકમાંથી રૂપિયા ઉઠાવીને પરત અમદાવાદ જતા બનાવ બન્યો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ થી મિત્રના રૂપિયા એક કરોડ બેંકમાંથી ઉઠાવીને અમદાવાદ મિત્રને આપવા જઈ રહેલા રીક્ષા ચાલકને ખેડા વટાવ્યા બાદ ઈકો ગાડીમાં પાછળથી આવેલા ચાર લૂંટારોએ માર મારી વિમલના થેલામાં મુકેલા રૂપિયા એક કરોડ લુટી લઈને અમદાવાદ તરફ ભાગી ગયા હોવાના બનાવ ને લઈ ચકચાર મચી છે ખેડા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે લુટ નો ગુનો દાખલ કરી વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ દશામાતાના મંદિર સામે, કંકુમાની ચાલી, કેશવનગર, સુભાષબ્રીજ, રહેતા હસમુખભાઈ ઉર્ફે છોટુ રાજુભાઈ ડાભી ઉંમર વર્ષ ૨૬ રીક્ષા ફેરવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તેમની પાસે હપ્તાથી નવી ખરીદેલ સી.એન.જી રીક્ષા છે હસમુખભાઈ ના મિત્ર જોગશે ઉર્ફે મેહુલભાઈ હરિભાઈ બોડાણા નાઓ જાહેરાત બનાવવાનું કામ કરતા હતા.અને તેમની માધુપુરા એ.પી.એમ.સી ખાતે ગયા બે મહીનાથી ઓફીસ કરી છે. તેઓ અનાજનો જથ્થાબંધ ધંધો પણ કરે છે.
ગત તા.૨૦/૦૧/૨૦૨૫ ના સવારના દશેક વાગે જોગશે ઉર્ફે મેહુલભાઈ એ હસમુખભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે ધંધાના રોકડા નાણા નડીયાદ ના રાહીદભાઈ પાસેથી લાવવાના છે જેથી હસમુખભાઈ નડિયાદ ગયા હતા અને નડીયાદ જઈ રાહીદભાઈ સૈયદની ઓફીસે પહોંચી ત્યાંથી રાહીદભાઈ સાથે નડીયાદ એકસીસ બેંક માંથી રોકડા નાણા એક કરોડ લઇ વિમલના થેલામાં ભરી રીક્ષામાં અમદાવાદ આવવા નીકળ્યા હતા
રીક્ષામાં રાહીદભાઇ તથા તેમના પત્ની પણ સાથે હતા. આ રાહિંદભાઈ સૈયદ તથા તેની પત્ની ખેડા ચોકડી ધોળકા બ્રીજ નીચે ઉતરી ગયા હતા હસમુખભાઈ રૂપિયા એક કરોડની રોકડ લઈને પોતાને રીક્ષામાં અમદાવાદ તરફ આગળ વધતા હતા તે વખતે બ્રીજ ઉપર એમની રીક્ષાની પાછળથી એક સફેદ કલરની ઇકોગાડી નીકળી રીક્ષા આગળ આવીને ઊભી રહી જતા હસમુખભાઈએ પોતાની રીક્ષા ઉભી રાખવાની ફરજ પડી હતી
અને ઇકો ગાડી માંથી બે માણસો નીચે ઉતરેલા અને બે માણસો અંદર બેઠેલ હતા. આ બંને નીચે ઉતરેલ માણસો હસમુખભાઈ ને ગુજરાતી ભાષામાં ખોટી ગાળો બોલી કહેતા હતા કે દારૂ પી રીક્ષા ચલાવે છે તેમ જણાવી હસમુખભાઈ ને મોઢાના ભાગે ફેટો મારી ધમકી આપી વિમલના થેલામાં મુકેલા રૂપિયા એક કરોડ લઈ લૂંટ કરી ભાગી ગયા હતા
નારોલ- અમદાવાદ તરફ ભાગી ગયા હતા આ ઇકો કાર નં. ય્ત્ન – ૧૩- ઝ્રડ્ઢ – ૨૫૫૫ હોવાનું ફરિયાદમાં હસમુખભાઈએ ઉલ્લેખ કર્યો છે ખેડા પોલીસે હસમુખભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.