10માં ધોરણમાં ટોપર વિદ્યાર્થી પબજીના રવાડે ચઢયોઃ B.Tech.માં 7 વિષયમાં ફેલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/Pub-gMobielgame-1024x576.jpg)
રોહતક, મોબાઈલમાં પબજી ગેમની ચુંગળમાં ફસાઇને યુવાનો પોતાની કારકિર્દી બરબાદ કરી રહ્યા છે. હરિયાણાના રોહતકમાં એક વસાહતમાં રહેતા પરિવારનો આશાસ્પદ પુત્ર પબજી ગેમ રમવાની આદતનો શિકાર બન્યો હતો. જે વિદ્યાર્થી 10માં ધોરણમાં સારા માર્કે પાસ થયો અને મેરિટ લિસ્ટમાં સ્થાન પામ્યો હતો અને ખુબ હોંશિયાર હતો, તે સતત નિષ્ફળ થવા લાગ્યો. તેને કારણે તેનો પરિવાર તણાવમાં છે. તેમના પુત્રને વિનાશની આરે જોતા તેઓ ખુબ નિરાશ થયા હતા.
રોહતકના ઝજ્જર ચૂંગી વિસ્તારની એક વસાહતમાં, 19 વર્ષીય યુવકની મોબાઈલમાં રમતો રમવાની ટેવ કારણે ઘરમાં વાતાવરણ ખરડાઈ ગયું હતું. બધુ બરાબર ચાલતું હતું, પરંતુ પુત્રને મોબાઈલ અપાવવાનો એ પરિવાર માટે જબરજસ્ત કરાબ પરિણામ સાબિત થયું. મજૂરી કરનાર માતા-પિતાનો એકમાત્ર પુત્ર અને બે બહેનોનો એક ભાઈ PUBG માં વ્યસ્ત રહેવાને કારણે બી.ટેકના અંતિમ વર્ષમાં નિષ્ફળ ગયો.
આ તે જ વિદ્યાર્થી છે જેણે 10 માં ધોરણમાં મેરિટમાં સ્થાન પામ્યો હતો. માતાએ કહ્યું કે મોબાઇલમાં ગેમ રમતો રોકવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં રાખેલી વસ્તુઓ ફેંકી દે છે. માતા પુત્રની ચિંતા કરતા હતાશ થઈ ગઈ હતી. તેનો પુત્રના શરીરમાં રોગો પણ ઘર કરી ગયા હતા. ઘરવાળાઓ કાંઈ બોલતા નથી કારણ કે નાના પુત્રએ ગુસ્સામાં કોઈ ખોટું પગલું ન ભરી લે.
આ યુવકે દસમામાં મેરિટ અને ડિપ્લોમા પ્રવેશ પરીક્ષામાં સારુ રેન્ક મેળવીને શહેરની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજના બીજા વર્ષમાં યુવકે એન્જિનિયરિંગના અભ્યાસની જરૂરિયાત હોવાનું કહીને માતા-પિતાને મોબાઇલ લેવાનું કહ્યું હતું. શ્રમજીવી માતાપિતાએ કોઈક રીતે આશાસ્પદ પુત્રને આઠ હજાર રૂપિયાનો સ્માર્ટફોન આપ્યો. મુશ્કેલી અહીંથી જ શરૂ થઈ હતી. હવે યુવક પબજીની ચુંગલમાં ફસાઈ ગયો છે કે પરિવારના સભ્યો પણ તેમની કારકિર્દીને લઇને ટેન્શનમાં છે.