10 ગામના 80 જરૂરિયાત મંદ લાભાર્થીઓને અનાજની કીટ, સ્લીપર વગેરેનું વિતરણ

દસ ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આત્મન ફાઉન્ડેશનની “હૂંફનો હાથ”
ગાંધીનગર, શહેરની જાણીતી સેવા સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા મકાખાડ ખાતે નિર્માણ પામનાર રેવા ગ્રામ સેવા સંકુલના કેમ્પસમાં હૂંફનો હાથ-પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંતર્ગત માણસા તાલુકાના રામપુરા, ઈન્દ્રપુરા, ગલથરા, પરબતપુરા, માણેકપુર, બદપુરા, પ્રતાપનગર, મકાખાડ, વરસોડા, અંબોડ એમ દસ ગામના ૮૦ જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કીટ, સ્લીપર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, માણસા શહેર ભાજપ મહામંત્રી જયનારાયણસિંહ રાઓલ, માણસા ગાયત્રી મંદિરના વ્યવસ્થાપક ચિરાગભાઈ પટેલના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતાં
અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી, ગોળ, ચોખા, તેલ, મગ, મગની દાળ, તુવેર દાળ, ખાંડ, ચા, ન્હાવા-ધોવાના સાબુ વગેરે વસ્તુની કીટ આપવામાં આવી હતી.
આત્મન સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સહયોગીઓ સી.એલ.મહેતા, પ્રો.રાજેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ પટેલ, પ્રજ્ઞાબેન પટેલ, અશોકભાઈ ત્રિવેદી, હસમુખ મેકવાન, દિનેશ સંઘાડિયા, કિશોરભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ વાઘેલા, આશાબેન પટેલ, જયંતીભાઈ ચૌધરી વગેરેએ પણ કીટનું વિતરણ કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલે ઉપસ્થિત ગ્રામજનોને અંધશ્રદ્ધા નિર્મૂલન અંગેની વિવિધ વાતો કરી સરસ જાણકારી આપી હતી. સી.એલ.મહેતાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.રાજેન્દ્રસિંહ વાઘેલા અને પ્રજ્ઞાબેન પટેલે સંભાળ્યું હતું. સંસ્થા દ્વારા બધા લાભાર્થીઓ માટે ભોજન પ્રસાદની સુવિધા કરવામાં આવી હતી.