10 વર્ષથી કામ કરતા સોના-ચાંદીના કારીગરે વિશ્વાસઘાત કરતા પોલીસ ફરીયાદ
રતનપોળમાં વેપારીનું રૂ.૧.૩૦ કરોડનું સોનું તફડાવીને કારીગર ફરાર
(એજન્સી)અમદાવાદ, કોઈના ઉપર વધુ પડતો વિશ્વાસ મુકયો પણ ઘણી વખત મુસીબતને આમંત્રણ આપવા બરાબર હોય છે. આવી જ એક અજીબોગરીબ કિસ્સો શહેરના રતનપોળ ખાતે બન્યો છે. જયાં વેપારીએ તેના કારીગર પર રારખેલો આંધળો વિશ્વાસ ૧.૩૦ કરોડ રૂપિયાના નુકશાનમાં પડયો છે.
કારીગર વેપારીનું બે કિલો સોનું લઈને રફુચકકરર થઈ ગયો છે. જેના કારણે અંતે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. વેપારીએ તેને કાચું સોનું ટચ કરાવવા માટે મોકલ્યો હતો. જયાંથી તે પરત આવ્યો નહીં અને સોનું લઈને નાસી ગયો છે.
કાંકરીયા વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા રવીન્દ્ર મરાઠીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રવી ઉર્ફે ઠાકોર (રહે. યોગેશ્વર એપાર્ટમેન્ટ ઘાટલોડીયા) વિરૂધ્ધ ૧.૩૦ કરોડ રૂપિયાનું સોનું વિશ્વાસઘાત કરીને લઈ જવાની ફરીયાદ કરી છે. રવીન્દ્ર રતનપોળમાં ગોપનાથ નામની પેઢી છેલ્લે રપ વર્ષથી ચલાવે છે. સોની પાસેથી કાચું સોનું રણી લઈને તેને એકયુરસી ટચ કર્યાય બાદ પાકા સોનાના બીસ્કીટ બનાવવનું કામ કરે છે.
એક કિલો સોનાનાં બિસ્કીટ બનાવી આપવા માટે રવીન્દ્ર મરાઠી સાત હજારની મજુરી લે છે. આ સિવાય સોનાના બીસ્કીટ જીએસટી બીલ સાથે વેચવાનું કામ પણ રવીન્દ્ર મરાઠી કરી રહયા છે. રવીન્દ્ર મરાઠીને દુકાન સામે આવેલી પંકજભાઈની દુકાનમાં રવીન્દ્ર ઉર્ફે રવી બાર વર્ષે પહેલા સોનાની લેણદેણનું કામ કરતો હતો. પરંતુ અગમ્ય કારણોસર તેને નોકરીમાંથી કાઢી મુકયો હતો.
પંકજભાઈએ રવીને કાઢી મુકતાં રવીન્દ્રએ દસ વર્ષ પહેલાં તેને નોકરી પર રાખ્યો હતો. રવીએ નોકરી શરૂ કરતાં રવીન્દ્રને તેના પર આંધળો વિશ્વાસ થઈ ગયો હતો. જેથી તેણે તમામ વેપારીઓ સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો.
છેલ્લાં ત્રણ વર્ષથી સચીને પોતાના કામના જમાવટ એટલી બધી વધારી દીધી કે રવીન્દ્રને તેને નફામાં પાંચ ટકા કમીશન પણ આપવાનું નકકી કરી દીધું હતું. ગત મહીનાથી ૧૦ તારીખે રવીન્દ્ર મરાઠી રોજીંદા સમયયે તેમની દુકાન પર આવી ગયા હતા ત્યારે રવી સહીત બીજા અન્ય કારીગરો પણ આવી પહોચ્યા હતા. સોનાનાં બીસ્કીટ,બનાવવાનાં હોવાથી રવીન્દ્રએઅ તેની પાસે રહેલું બે કિલો સોનું સ્ટીકમાંથી કાઢયું હતું.
રવીન્દ્રને રવીને બે કિલો સોનું આપીને મહાલક્ષ્મી ટચ નામની દુકાનમાં એકયુરસી કઢાવવા માટે મોકલ્યયો હતો. બે કલાક સુધી રવી પરત નહી આવતાં રવીન્દ્રએ તેને પાંચ ફોન કર્યાયય હતા. પરંતુ તેણે ફોન ઉપાડયા નહીં. રવીન્દ્રએ તરત જ મહાલક્ષ્મી ટચ દુકાનના માલીક બાબુભાઈ દેવકરને ફોન કર્યો હતો અને રવીન્દ્ર મામલે પુછપરછ કરી હતી. બાબુભાઈએ રવીન્દ્રને જણાવ્યું હતું કે રવી અહીયા સોનુ એકયુરસી કરવા માટે આવ્યો નથી.
રવીન્દ્ર ટેન્શનમાં આવી જતાં તેણે તેના કૌટુંબીક ભાઈ સંતોષ મોરેને જાણ કરીર હતી.જેથી તેણે જણાવ્યું હતું કે બપોરના અઢી વાગ્યાની આસપાસ રવી તેના મિત્ર શ્રવણ સાથે કચોરીની લારી પાસે ઉભો હતો. રવીન્દ્રએ તરત જ રવીના ઘરે જઈને તપાસ કરી, પરંતુ તે મળી આવ્યો નહોતો.
રવી સોનું લઈને ફરાર થયા બાદ હજુ સુધી પોતાના ઘરે પણ આવ્યો નથી. રવી રવીન્દ્રનું બે કિલો કાચું સોનુ જેની કિમત ૧.૩૦ કરોડ રૂપિયા થાય છે. તે લઈને નાસી જતાં ચકચાર મચી ગઈ છે. રવીનો કોઈ પત્તો નહી લાગતાં અંતે રવીન્દ્રએ કાલુપુર પોલીસ સ્ટેશનના ફરીયાદ કરી છે.