૧૦ કિલો ચરસ સાથે ઝડપાયેલા બે કાશ્મીરી યુવકને ૧૦ વર્ષની કેદ-દંડ

Files Photo
અમદાવાદનો આરોપી જામીન લઈ ફરાર થઈ ગયો, કેસ પડતર
(એજન્સી)અમદાવાદ, વર્ષ ર૦૧૯માં ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે કાશ્મીર યુવકોને કોર્ટે ૧૦ વર્ષ કેદ અને દંડની સજા ફટકારી છે. આરોપીઓને સજા ફટકારતા ચુકાદામાં એડી.સેશન્સ જજ વી.બી. રાજપુતે નોધ્યું હતું કે વર્તમાન સમયમાં નશીલા પદાર્થોની હેરાફેરી ખુભ ગંભીર અને પડકારજનક મુદો છે.
આરોપીઓ કાશ્મીરીથી ચરસનો જથ્થો લઈ આવ્યાય હતા. આવા નશીલા પદાર્થોના રેકેટને કારણે ઘણા કુટુંબો નાશ પામે છે. સ્કુલે જતા કિશોરો આવા નશીલા પદાર્થની ટેવને કારણે પોતાની યુવા અવસ્થા નાશ કરે છે. તે સારી રીતે દેશનું યુવાધન પણ બરબાદ થઈ રહયું છે. ત્યારે દાખલો બેસાડવા સજા કરવી ન્યાયોચીત છે.
નોધનીય છેકે આ કેસમાં અમદાવાદનો આરોપી હર્ષ શાહ વચગાળાના જામીન બાદ પલાયન થઈ ગયો છે. તેથી તેનો કેસ અલગ કરવામાં આવ્યો છે. જે હાલ પડતર છે.
જમ્મુ-કાશ્મીર ખાતે રહેતી ઝમીલ અહેમદ ગુલામ મોહંમદ ભટ્ટ અને શબ્દીરઅહેમદ અબ્દુઅહમદ ડાર જમ્મુ-કાશમીરથી ગેરકાયદે રીતે ૧૦.૧પપ કિલો ચરસનો જથ્થો લઈ એપ્રિલ ર૦૧૯માં નીકળ્યા હતા.
ત્યારબાદ તેઓ આ જથ્થો લઈ અમદાવાદ આવ્યા હતા અને ૧ર એપ્રિલ ર૦૧૯ના રોજ હર્ષ ઉર્ફે ચાકો ભુપેન્દ્રભાઈ શાહ રહે. દરીયાપુર જથ્થો નહેરૂબ્રીજ ખાતે આપવાના હતા ત્યારે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ત્રણેને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ મામલે પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરતા કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
જેમાં સરકારી વકીલ ડી.એમ. ઠાકોરે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજુ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારના ગુનો છે. આખોય ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે. હાલ યુવા ધન ડ્રગ્સના રવાડે ચડી બરબાદ થઈ રહયું છે. આ બદીને કારણે કેટલાય પરીવાર બરબાદ થઈ રહયાં છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખ્તમાં સખત કેદની સજા ફટકારવી જોઈએ.