NEETની પરીક્ષામાં 10 લાખમાં ચોરી કરાવવાનું કૌભાંડ

પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વ્હોટ્સએપ ચેટથી રાઝ ખૂલ્યા: ગાડીમાંથી ૭ લાખ રોકડા મળ્યા
જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર પાસે દાહોદ રોડ ઉપર આવેલી જય જલારામ સ્કુલ ખાતે નીટની પરીક્ષા યોજવામાં આવી હતી.જે પરીક્ષા માં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપાયું છે.પંચમહાલ જિલ્લા કલેકટર ને અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપાઇ જવા પામ્યું છે.પંચમહાલ જિલ્લા કલેકટર ને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.પંચમહાલ જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ.૭ લાખ રોકડા મળી આવ્યા હતા.
પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટ ના મોબાઈલ માંથી વ્હોટસએપ ચેટમાં કુલ ૬ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ રૂ.૧૦ લાખ લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોધાવવા પામી છે.
પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી પટેલ કિરીટ કુમાર મણીલાલ દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૫.૫.૨૦૨૦ નાં રોજ ગોધરા બાયપાસ હાઈવે દાહોદ રોડ ઉપર આવેલી જય જલારામ સ્કુલ,પરવડી ગોધરા ખાતે આરોપી તુષાર રજનીકાંત ભટ્ટ(રહે.૧,રોયલવીન, વેમાલી, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ની બાજુમાં, સમા સાવલી રોડ,વડોદરા)પોતે રાજ્ય સેવક તરીકે
જય જલારામ સ્કુલ ગોધરા ખાતે ભૌતિક વિજ્ઞાન નાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને તેઓને નીટની પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટ તરીકે ની નિમણુક આપવામાં આવેલી હોય તેઓએ પોતાના મોબાઇલ ફોનથી કેટલાક પરીક્ષાર્થીઓ ને પાસ કરવા માટે ગેરરીતિ આચરવા માટે અને અન્ય પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી પોતાના આર્થિક લાભ માટે
વડોદરા નાં આરોપી રોય ઓવરસીસ નાં માલિક પરશુરામ રોય પાસેથી એક પરીક્ષાર્થી દીઠ રૂ.૧૦ લાખ લેવાના નક્કી કરી ગોધરા શહેર નો આરોપી આરીફ વોરા(રહે.હીલ પાર્ક સોસાયટી,ગોધરા)પાસેથી રૂ.૭ લાખ એડવાન્સ લઈ તેઓએ સરકાર સાથે તેઓને સોંપેલ જવાબદારી સારી રીતે નહિ નિભાવી ગેરરીતિ આચરવાના ઇરાદે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલી હોય
તેમજ ત્રણેય આરોપીઓએ તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓ દ્વારા અગાઉ થી આયોજન કરી ગુન્હાહિત કાવતરૂ રચી અને ગુન્હાહિત કાવતરૂ કરવા માટે નાણાકીય વ્યવહારો કરી ભ્રષ્ટાચાર કરી ગુન્હો કર્યો છે.ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદી ની ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.