Western Times News

Gujarati News

આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની વિનામૂલ્યે સારવારનો અમલ થશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રાજય સરકાર દ્વારા પ્રશધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. આ સારવારમાં અત્યાર સુધીી રૂા.પ લાખ સુધીની મર્યાદામાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવતી હતી. સરકાર તેમાં રૂા.૧૦ લાખ સુધીની સારવાર આપવાની જાહેરાત કરી દીધી હતી.

પણ તેનો અમલ થયો ન હતો વીમા કંપની અને સરકાર વચ્ચે રકમની વહેચણીના મુદે વાટાઘાટો ચાલતી હોવાથી હવે તા.૧ર જુલાઈથી રૂા.૧૦ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે આપવાનો અમલ કરવાનું પ્રવકર્તા અને આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ અત્યારે રૂ.પ લાખની સારવાર વિનામૂલ્યે આપવાનું નકકી કર્યું છે. આ યોજનામાં રૂા.પ લાખ વધારીને કુલ રૂ.૧૦ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે આપવા માટે રૂા.૧૬૦૦ કરોડની જાેગવાઈ સરકારે બજેટમાં જ કરી દીધી હતી પણ તેનો અમલ થતો ન હતો.

જેની પાછળનું કારણ સમજાવતા આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલે કહયું હતું કે,રૂા.પાંચ લાખ સુધીની સારવારમાં અત્યાર સુધી એક લાખ સુધીનો આરોગ્ય સેવા ખર્ચ સરકાર ઉઠાવતી હતી અન એક લાખથી વધુ અને રૂા.પ લાખ સુધીની રકમ વીમા કંપની ચુકવતી હતી.

આ મુદાનો ઉકેલ આવી જતા હવે રૂા.૧૦ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે આપવાનો અમલ ૧રમી જુલાઈથી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.