Western Times News

Gujarati News

ગુજરાત, પંજાબ, હરીયાણા, રાજસ્થાનના 10 મોટા શહેરોને જામનગર-અમૃતસર એકસપ્રેસ વેનો મોટો ફાયદો થશે

લગભગ ૧૩૧૬ કિલોમીટર લાંબો જામનગર-અમૃતસર એકસપ્રેસ વે તૈયારઃ માત્ર 13 કલાકમાં પહોંચાશે

(એજન્સી)નવીદિલ્હી, દેશમાં હાઈવે અને એકસપ્રેસ વેના નિર્માણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહયું છે. ખુબ જ ઝડપથી ચાલી રહયું છે. આવો જ એક એકસપ્રેસ વે પંજાબ અને ગુજરાત વચ્ચે બની રહયો છે. રણ વચ્ચેથી પસાર થનાર આ એકસપ્રેરસ વે તૈયાર થઈ ગયા બાદ બંને રાજયો વચ્ચેની સફરનો સમય અડધો ઘટી જશેઢ.

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા એનએચઆઈના અનુસાર પંજાબના અમૃતસરથી ગુજરાતના જામનગર વચ્ચે લગભગ ૧૩૧૬ કિલોમીટર લાંબો એકસપ્રેસ વે બનાવવામાં આવી રહયો છે. તેનું કામ લગભગ પુરું થઈ ગયું છે. અને ઝડપથી તેને સર્વીસ માટે ખોલી દેવામાં આવશે. રણ અને હરીયાણાના રેતાળ ક્ષેત્રથી પસાર થતો આએકસપ્રેસ તૈયાર થઈ ગયા બાદ માત્ર સામાન્ય જનને જ નહી પણ માલના પરીવહન અન વેપારીઓને પણ ઘણો લાભ થશે. 10 major cities of Gujarat, Punjab, Haryana, Rajasthan will benefit greatly from the Jamnagar-Amritsar Expressway.

સફર બનશે સરળઃ આ એકસપ્રેસ વેનો લગગભગ પ૦૦ કિલોમીટરનો ભાગ રાજસ્થાનમાં પડે છે. તે હનુંમાનગઢ જીલ્લાના ઝાખડાવાલી ગામથી નીકળીને જાલૌરના ખેતલાવાસમાં પુરી થાય છે. આ ગ્રીન કોરીડોરને બનાવવામાં ૧૧૧રપ કરોડ રૂરિપયાનો ખર્ચ થયો છે. આ એકસપ્રેસ તૈયાર થઈ ગયા બાદ રાજસ્થાન હરીયાણા, પંજાબના અનેક મોટા શહેરો વચ્ચે સફર સરળ થઈ જશે.

સફરમાં કેટલો સમય બચશેઃ અમૃતસરથી જામનગર વચ્ચે હાલ લગભગ ૧પ૧૧ કિલોમીટરનું અંતર છે. જે એકસપ્રેસ વે બની ગયા બાદ ર૧૧ કિલોમીટર ઘટી જશે. આટલું જ નહી હાલ આ ાઅંતરને પુરું કરવામાં ર૬ કલાક લાગે છે. એકસપ્રેસ વે બની ગયા બાદ આ સફરનો સમય ઘટીને ૧૩ કલાક થઈ જશે. આ હાઈસ્પીડ કોરીડોર પર વાહન ૧૦૦ કિલોમીટરની સ્પીડથી દોડી શકશે

ગુજરાતથી સીધી કાશ્મીરની યાત્રાઃ અમૃતસર-જામનગર એકસપ્રેસ બનવાથી પજાબ દિલ્હી, રાજસ્થાન, હરીયાણા અને ગુજરાતને સીધી રીતે તો ફાયદો થશે સાથે દિલ્હી અમૃતસર-કટરા એકસપ્રેસ વે સાથે પણ જોડવામાં આવશે. ત્યારબાદ દિલ્હી અને કાશ્મીર સુધી જવું પણ સરળ થઈ જશે.

સાથે સાથે દિલ્હી-અમૃતસર કટરા એકસપ્રેસ વે સાથે પણ જોડવામાં આવશે. ત્યારબાદ દિલ્હી અને કાશ્મીર સુધી જવું પણ સરળ થઈ જશે. ગુજરાતથી ડાયરેકટ કાશ્મીર સુધી સડક માર્ગથી પહોચવું સરળ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.