Western Times News

Gujarati News

ચાંદીનો પલંગ, ડાઇનિંગ ટેબલ, ફર્નિચર, ઝુમ્મર, ઘોડાઃ કોંગ્રેસના ધારાસભ્યનું ઘર અંદરથી આવું છે

10 MLAની બંધબારણે બેઠકઃ આવું થશે તો કોંગ્રેસ શાસિત તેલંગાણામાં બળવો?-કોંગ્રેસના દસ ધારાસભ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મહાઉસ પર મુલાકાત કરી હતી

(એજન્સી)તેલંગાણા, કોંગ્રેસ શાસિત તેલંગાણામાં બળવાના સંકેત મળી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદના સમાચાર સામે આવી રહ્યા છે. પાર્ટીના ૧૦ ધારાસભ્યોએ બંધ બારણે બેઠક યોજી હતી, જેનાના કારણે નેતૃત્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે હવે આ મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી એ.

રેવંત રેડ્ડીએ પાર્ટીના ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને શાંત કરવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પોતાના તમામ મંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ ૧૦ ધારાસભ્યો મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીથી નારાજ હોવાની માહિતી સામે આવી રહી છે. 10 MLAs’ closed-door meeting: Will this lead to a rebellion in Congress-ruled Telangana?

પરિસ્થિતિની ગંભીરતાને સમજીને મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા માટે પોતાની પલેયર મુલાકાત રદ કરી દીધી છે. સીએમ રેવંત રેડ્ડીએ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે જે પાર્ટીની અંદર અસંતોષની ગંભીરતા દર્શાવે છે. કોંગ્રેસ હાઈકમાન્ડને ચિંતા છે કે સ્થાનિક સંસ્થા અને સ્ન્ઝ્ર ચૂંટણી પહેલા ધારાસભ્યો દ્વારા કોઈપણ બળવાથી જનતામાં ખોટો સંદેશ જઈ શકે છે.

કોંગ્રેસના દસ ધારાસભ્યોએ ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મહાઉસ  પર મુલાકાત કરી હતી, જેનાથી પાર્ટીમાં આંતરિક મતભેદોની અટકળોને વેગ મળ્યો છે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોમાં નૈની રાજેન્દ્ર રેડ્ડી, ભૂપતિ રેડ્ડી, યેનમ શ્રીનિવાસ રેડ્ડી, મુરલી નાઈક, કુચુકુલ્લા રાજેશ રેડ્ડી, સંજીવ રેડ્ડી, અનિરુદ્ધ રેડ્ડી, લક્ષ્મીકાંત, દોંતી માધવ રેડ્ડી અને બિરલા ઈલૈયા સામેલ હતા. MLA Anirudh Reddy House

સામાન્ય રીતે આપણે કરોડપતિઓના ઘરમાં ચાંદીની પ્લેટ, ચશ્મા અને પૂજાની વસ્તુઓ જોઈએ છીએ. પરંતુ તમે કદાચ ચાંદીનો પલંગ, ચાંદીનું ડાઇનિંગ ટેબલ વગેરે જોયું નથી. આવી સ્થિતિમાં જો આ બધી વસ્તુઓ ધારાસભ્યના ઘરે મળી જશે તો શું થશે? આ તમામ બાબતો તેલંગાણામાં કોંગ્રેસના ધારાસભ્યના ઘરે જોવા મળી છે. કોંગ્રેસના ધારાસભ્યના ઘરનો એક વીડિયો સામે આવ્યો છે. ચાંદીનું ફર્નિચર, ઝુમ્મર, ઘોડા, આ બધી વસ્તુઓ વીડિયોમાં દેખાઈ રહી છે.

કોંગ્રેસના આ ધારાસભ્યનું નામ અનિરુદ્ધ રેડ્ડી છે અને તે જુડચરલા વિધાનસભા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે. YOYO YouTube ચેનલે તેની ચેનલ પર કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્ધ રેડ્ડીના ઘરની તસવીરો અપલોડ કરી છે. આમાં, યુટ્યુબરે ધારાસભ્યના આખા ઘરની મુલાકાત લીધી અને ઘરમાં લગાવેલા ફર્નિચર અને ઝુમ્મર વિશે માહિતી લીધી. આ ધારાસભ્યનું વૈભવી જીવન દર્શાવે છે.

હવે કોંગ્રેસ ધારાસભ્યોની સીક્રેટ મીટિંગ બાદ આતંરિક વિખવાદને છુપાવવાનો પ્રયાસ કરતા નાગરકર્નૂલના સાંસદ મલ્લુ રવિએ કહ્યું કે, આ માત્ર એક ડિનર મીટિંગ હતી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષો આ મુદ્દાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.