Western Times News

Gujarati News

જખોના દરિયાકિનારેથી ડ્રગ્સના 10 પેકેટ જપ્ત

નેવીએ ફરી એકવાર નાકામ કર્યું નશાખોરોનું ષડયંત્ર

(એજન્સી)ભૂજ, વિદેશી તાકતોથી દેશને કાયમ ખતરો રહ્યો છે.પડોશી દેશ યુદ્ધમાં ભારતને હરાવી શકતા નથી તેથી ભારતને બરબાદ કરવા માટે થોડા થોડા દિવસો બાદ અવનવી યુક્તિ અજમાવી દેશની શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહયા છે. જેમાં આતંકવાદી પ્રવૃતિઓ, સેનાના જવાનો પર હુમલો હોય કે બીજી અન્ય કોઈ ઘટનાથી દેશની શાંતિ જોખમમાં મૂકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં આ વિદેશી તાકતો એ દેશમાં નશાખોરીના પદાર્થો મોકલીને દેશના યુવાધનને ખરાબ કરવાની નાકામ કોશિશ કરી રહયા છે, આ નવી મોડસ ઓપરેન્ડી મારફતે હજી સુધી દેશની સમુદ્ર સીમાથી ગેરકાયદેસર ડ્રગ્સના પકેટ મોકલવામાં આવી રહ્યા છે.

આમ હવે દેશની સમુદ્ર સીમા પર જોખમમાં વધારો થઈ રહ્યો છે, જેને પરિણામે દરિયાઈ સીમા પર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. એવામાં દેશની પશ્ચિમી સમુદ્ર સીમા પરથી મોટા સમાચાર સામે આવ્યા છે.

કચ્છના દરિયા કાંઠેથી ફરી એકવાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં હાલમાં જ બીએસએફના જવાનને ફરી એકવાર અગાઉની જેમ બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવતા તપાસનો દોર વધારી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ કચ્છના જખૌ નજીકના નિર્જન ટાપુ પરથી બીએસએફના જવાનને બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ૧૦ પેકેટ ડ્રગ્સ મળી આવતા દરિયાઈ સેના અલર્ટ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં સેનાને પેટ્રોલિંગથી ૧૯૨ બિનવારસી ડ્રગ્સના પકેટ મળી આવ્યા છે. તેથી સેના આ અંગે હવે વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.