દક્ષિણ મેક્સિકોમાં માલવાહક ટ્રક પલટતાં ૧૦ વ્યક્તિના મોત
મેક્સિકો, દક્ષિણ મેક્સિકોમાં એક હાઇવે પર માલવાહક ટ્રક પલટી જતાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા અને લગભગ ૨૫ લોકો ઘાયલ થયા હતા. એક મીડિયા અહેવાલ મુજબ ગ્વાટેમાલાની સરહદ નજીક મેક્સીકન રાજ્ય ચિયાપાસમાં રવિવારે સવારે આ અકસ્માત થયો હતો.
મેક્સિકોની નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટના એક નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે, ટ્રક મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસમાં પિજિયાપન-ટોનાલા હાઇવે પર ‘અનિયમિત રીતે’ ૨૭ ક્યુબન નાગરિકોને લઈ જઈ રહી હતી. ઘટનાના પ્રારંભિક અહેવાલોને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર ટ્રકને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો અને તેણે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોની સંખ્યા ૧૦ મહિલાઓ છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે અને તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વિગતો મુજબ કોન્સ્યુલર (દૂતાવાસ) અધિકારીઓ સાથે મળીને મૃતદેહોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરશે. આ સિવાય તે દેશોએ જાણવું જાેઈએ કે, તેમના કેટલા નાગરિકો અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેમની સ્થિતિ શું છે. મધ્ય અમેરિકા અને કેરેબિયનમાંથી સ્થળાંતર કરનારાઓ ક્યારેક યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવાની આશામાં ટ્રક અને ટ્રેલરમાં મેક્સિકો થઈને મુસાફરી કરે છે.
અહેવાલ મુજબ ૨૦૨૧માં ગ્વાટેમાલાની સરહદે ચિયાપાસ રાજ્યમાં સ્થળાંતર કરનારાઓને લઈ જતી ટ્રક પલટી જતાં ૫૫ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ સિવાય મેક્સિકોમાં એક સપ્તાહમાં માઈગ્રન્ટ્સ સાથેનો આ બીજાે અકસ્માત હતો. અહેવાલ મુજબ અગાઉ ગુરુવારે ચિયાપાસ રાજ્યમાં એક ટ્રક પલટી જતાં બે સ્થળાંતર કરનારાઓના મોત થયા હતા.SS1MS