Western Times News

Gujarati News

10 હજાર લિટર પામોલીન તેલ શંકાસ્પદ હાલતમાં ખરેડા GIDCમાંથી ઝડપાયું

પ્રતિકાત્મક

ફૂડ વિભાગે તેલના નમુના લીધા દાહોદના ખરેડી GIDC ની ઓઇલ ફેક્ટરીમાંથી લાખોનો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત

દાહોદ,
દાહોદ તાલુકાના ખરેડી જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી દાહોદ એસ.ઓ.જી પોલીસે છાપો મારી એક વેપારીને ત્યાંથી શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો તથા બિલ વગરના અને અન્ય સાહિત્ય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલી ખરેડી જીઆઇડીસીમાં ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામે તેલનો ધંધો કરતા એક ઈસમને ત્યાં દાહોદ જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે છાપો મારી અલગ અલગ બ્રાન્ડના પામોલીન તેલ સોયાબીન તેલ કપાસિયા તેલની બનાવટો અલગ અલગ ૧૭ ખાદ્ય તેલની બ્રાન્ડના સ્ટીકરો તથા એક છોટા હાથીમાં રાખેલ પામોલીન તેલ ભરેલા ડબ્બાઓ ખાલી બેરેલો તેમજ કારખાનામાં રાખેલ ૧૦,૦૦૦ લિટર પામોલીન તેલ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

એસોજી પોલીસે ઝડપી પાડેલું સાહિત્ય અને તેલ અખાધ છે કે ખાદ્ય છે તેની તપાસ હાથ ધરવા અત્રેના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી તેના સેમ્પલો લેવડાવી આગળની તપાસ હાથ ધરી ગઈ એટલું જ નહીં પોલીસે જી.આઇ.ડી.સી માં છાપો મારી આ ફેક્ટરીમાંથી મુરતુજાવાલા નામના ઇસમની અટક પણ કરેલ છે.પોલીસે કુલ ૧૫,૪૫,૨૯૯૦ નો મુદ્દામાલ કબજે કરી અત્રેના ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરેલ છે.

એસઓજી પોલીસે કબજે કરેલ મુદ્દામાલ પૈકી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ ૪૫૬ કિંમત રૂપિયા ૭૦,૮૦૦ અલગ અલગ બ્રાન્ડના તેલના કેન નંગ ૧૬ કિંમત રૂપિયા ૪૪,૦૦૦ અલગ અલગ બ્રાન્ડના તેલની બોટલ ૨૪ કિંમત રૂપિયા ૨૪૦૦ અલગ અલગ ૧૭ બ્રાન્ડના ૨૫ સ્ટીકરો કુલ સ્ટીકર ૪૨૫ એક છોટા હાથી રજીસ્ટર નંબર ય્ત્ન-૦૨-ઝ્રત્ન- ૨૧૯૮ નંબરનો કિંમત રૂપિયા

બે લાખનો ટેમ્પામાં ભરેલ ૧૫ કિલોના ૧૦૪ ડબ્બામાં ભરેલ કુલ ૧૫૦૫ કિલો શંકાસ્પદ પામોલીન તેલ કિંમત રૂપિયા ૨૭૯૦ ખાલી બેરલ નંગ ૫ કિંમત રૂપિયા ૧૦૦૦ તથા સ્થળ ઉપર ૨૫,૦૦૦ લિટરના ટાંકામાં આશરે ૧૦,૦૦૦ પામોલીન કિંમતનો કુલ મળી ?૧૫,૪૫,૨૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દાહોદ જીઆઇડીસી વિસ્તારમાં મળેલા મુદ્દામાલ અંગે ર્જીંય્ પી.આઇ.ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં વધુ તપાસ હાથ ધરી જે તે સંબંધિત વિભાગોને જાણ કરેલ હોવાનું જણાવ્યું છે. જોકે વેપારીએ ટેક્સની ચોરી કરી છે. ઝડપાયેલો શંકાસ્પદ જથ્થો ખાદ્ય છે કે અખાદ્ય છે તેવી અનેક તપાસ બાદ જો કંઈક અજગતું મળી આવશે તો વેપારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા તથા પોલીસના આ છાપાથી દાહોદના તેલના વેપારીઓમાં અને આ વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.